Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

દક્ષિણ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ગીરીશભાઇ પટેલના સમર્થનમાં જંગી રેલી

રાજકોટ તા. ૮ : ચુંટણી પ્રચારના પડઘમ ગઇ કાલથી શાંત થયા તે પુવે દક્ષિણ વિધાનસભા ૭૦ માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગીરીશભાઇ પટેલના સમર્થનમાં વિશાળ રેલી નિકળતા લોકોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. તેમ ઝોન અધ્યક્ષ સોનલબેન ડાંગરીયાની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવેલ છે કે વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી અને લોકોની સમસ્યાઓને સાંંભળવા પ્રયાસ કર્યો હતો. જનતાએ વર્તમાન સ્થિતીમાં આમ આદમી પાર્ટી જ યોગ્ય વિકલ્પ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી. આ રેલીમાં આપના ઉમેદવાર ગીરીશભાઇ પટેલ સાથે સોનલબેન ડાંગરીયા, લીગલ સેલના અરૂણ દવે, કે. કે. પરમાર અને સંકડો કાર્યકરો જોડાયા હતા. તેમ સોનલબેન ડાંગરીયા (મો.૯૧૫૭૬ ૬૪૯૯૧) ની યાદીમાં જણાવાયુ છે.

(4:51 pm IST)