Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

કાંગશીયાળી ફાર્મમાં થયેલી ધમાલમાં સાગર રાણા સહિત પાંચ પકડાયા

રાજકોટ : કાંગશીયાળીના ફાર્મમાં ગઇકાલે મજાક મસ્તી દરમ્યાન મજાક મસ્તીમાં દર્શન સોલંકી પર છરીથી હૂમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગુન્હામાં રાજકોટના કુખ્યાત સાગર રાણા ઉર્ફે સાગર રાણાભાઇ લોખીલ તથા ભરત કરશનભાઇ ગોલતર તથા સામા પક્ષે મુકુલ ઠાકર, પાવન મકવાણા અને અનિરૂધ્ધ સેગલીયાને શાપર -વેરાવળના પીએસઆઇ આર. સી. સીંધુ તથા સ્ટાફે પકડી લીધા છે. સાગર રાણા રાજકોટના સુરજ વાજસુર ડેરની જગ્યાનું દેખભાળ રાખવાનું કામ કરે છે. સાગર રાણાના મીત્ર કાના મિયાત્રાએ બોરીચા ફાર્મ પર મિત્રો માટે જમણવાર રાખ્યો હોઇ તેમાં મજાક મસ્તી બાદ મારા મારી થઇ હતી. સ્ટાફના કિરીટસિંહ, દીલીપભાઇ કલોતરા, રોહીત બકોતરા, ઉપેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

(4:48 pm IST)