Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડી દ્વારા રવિવારે પ્રથમ સમુહ લગ્ન : ગોધુલીકા સમયે હસ્ત મેળાપ

રાજકોટ તા. ૮ : લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તા. ૧૦ ના રવિવારે જાજરમાન સમુહલગ્નનું આયોજન કરેલ છે. સૌપ્રથમ આયોજીત આ અવસરે ૨૧ દિકરીઓ લગ્નગ્રંથીથી જોડાનાર છે.

સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે રવિવારે તા.૧૦ ના પીરામીડ પાર્ટી પ્લોટ તથા ક્રિશ પાર્ટી પ્લોટ, કણકોટ, પાટીદાર ચોક, ન્યુ ૧૫૦ ફુટ રીંગરોડ, મવડી ખાતે આયોજીત આ સમુહલગ્નમાં એક નવો ચીલો શરૂ કરી ગોધુલીકા સમયે હસ્ત મેળાપ રાખેલ છે.

દાતાઓના સહયોગથી તમામ દિરીઓને પલંગ, સેટી, કપડા, સાંકળા, સોનાના દાણા સહીત ૬૦ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.

આ પ્રસંગે રાજકોટ બાપાસીતારામ આશ્રમ રૈયા ચોકડીથી શ્રી ગાંડીયાબાપુ,  રામધણ આશ્રમ મવડીના શ્રી રામદાસબાપુ, જીત્રીયા હનુમાન મંદિર મવડીના શ્રી શંકરગીરી બાબા ઉપસ્થિત રહી વર કન્યાને આશીર્વચનો આપશે.

સમારોહના અધ્યક્ષસ્થાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ ઉદ્દઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા, એ. પી. પટેલ કન્યા છાત્રાલયના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ, વિભાગીય નાયક નિરીક્ષક લોકલ ફંડ ઓડીટના શૈલેષભાઇ સગપરીયા તેમજ રાજસ્વી મહેમાન તરીકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ કાકડીયા ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ જીતુભાઇ લવજીભાઇ સોરઠીયા, ઉપપ્રમુખ રમેશભાઇ ધરમશીભાઇ સોરઠીયા, મંત્રી દિનેશભાઇ ભોજાભાઇ મેઘાણી, સહમંત્રી કેશુભાઇ ધનજીભાઇ હરસોડા, ખજાનચી જયેશભાઇ પાંચાભાઇ સોરડઠીયા, કો- ઓર્ડીનેટર લક્ષ્મણભાઇ બેચરભાઇ સાકરીયા તેમજ મહિલા સમિતિના પ્રમુખ અસ્મિત કલ્પેશભાઇ મેઘાણી, ઉપપ્રમુખ સવિતાબેન સંદીપભાઇ સભાયા, મંત્રી રસીલાબેન સોરઠીયા, જયોત્સનાબેન હરસોડા, જશુબેન અકબરી, પિન્ટુબેન સખીયા, વીણાબેન સોરઠીયા, રસિલાબેન સંજયભાઇ સોરઠીયા, ગીતાબેન મેઘાણી, ઇન્દુબેન કેરાળીયા, ભાનુબેન મુંગરા, વિલાસબેન હરસોડા, ગીતાબેન મઘાણી, મનીષાબેન સોરઠીયા, ગીતાબેન સોરઠીયા, નયનાબેન સોરઠીયા, સોનલબેન હરસોડા વગેરે તેમજ આયોજન સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત આયોજીત સમુહલગ્ન અંગે વિગતો વર્ણવતા આગેવાન ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:32 pm IST)