Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સુચિત સોસાયટી એસોસિએશન – લઘુઉદ્યોગ સંગઠનનો ગોવિંદભાઈ પટેલ સાથે મહાસંમેલન યોજાયુ

રાજકોટ, તા. ૮ : સૂચિત સોસાયટી એસોસિએશન અને લઘુઉદ્યોગ સંગઠન – રાજકોટ દ્વારા ૭૦-દક્ષિણના ઉમેદવાર શ્રી ગોવિંદભાઈ પટેલના સમર્થનમાં એક મહાસંમેલન યોજાયું હતું. સમગ્ર ગુજરાત અને રાજકોટના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સીધો સ્પર્શ કરતો ઘરનું ઘરનાં પ્રશ્નને લઈને રાજકોટમાં સૂચિત સોસાયટીનાં ઘરો ઉપર સદાય જે સરકારી કાયદાની તલવાર લટકતી રહેતી હતી એવા આ પેચીદા પ્રાણપ્રશ્નને વિધાનસભામાં અને સરકારમાં બુલંદ અવાજે રજૂઆત કરીને સતત તેની પાછળ રહીને યોગ્ય કાયદાઓ ઘડાવીને સૂચિતનાં મકાનોને કાયદેસરનો દરરજો મળે તે માટે ગોવિંદભાઈ પટેલે ખુબ જ જહેમત ઉઠાવીને સુચીતના મકાનો કાયદેસર કરી આપવાનો કાયદો ઘડાવીને હજારો પરિવાર માટે મહત્વનું યોગદાન આપેલ છે તે બદલ તમામ સોસાયટીનાં આગેવાનો અને મકાન ધારકો એ એક જ અવાજે શ્રી ગોવિંદભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા છે તેવી હાકલ કરી હતી.

આ મહાસંમેલનમાં સૂચિત સોસાયટી એસોસિએશન અને લદ્યુઉદ્યોગ સંગઠન તરફથી વિનુભાઈ દ્યવા, હસુભાઈ સોરઠીયા, રાજુભાઈ સોરઠીયા, સુબોધભાઈ હીરપરા, બીપીનભાઈ ગાંધી, ભગવાનજીભાઈ મુંગરા, ધીરૂભાઈ પીપળીયા, મીતેશભાઇ પીપળીયા, ગોગનભાઈ અમીપરા, સુરેશભાઈ અમીપરા, ભાણજીભાઈ લીંબાસીયા, બીપીનભાઈ કાછડીયા, લાખાભાઈ ડોબરીયા, ગોકળભાઈ તાળા, રમેશભાઈ ગઢવી, નરેન્દ્રભાઈ રાઠોડ, વિઠલભાઈ અભંગી, ચંદુભાઈ ગરનાળા, ગંભીરસિંહ પરમાર, ગજુભા, પ્રવીણસિંહ, મુકેશભાઈ કાછડીયા, અમુભાઈ ડાભી, ભરતભાઈ ડોબરીયા, નીલેશભાઈ જીવાણી, સુરેશભાઈ ચૌહાણ, પરષોતમભાઇ રામાણી, કેશુભાઈ નાડીયાદરા, ખોડીદાસભાઈ મેઘાણી, ડો.દીપકભાઈ પીપળીયા, ભરતભાઈ ઢોલરીયા, લલીતભાઈ પરસાણા, ભુપતભાઈ અજાણી, ભુપતભાઈ સોરઠીયા, ભરતભાઈ રોકડ, જેન્તીભાઈ ઠુમ્મર, રમેશભાઈ લક્કડ વગેરે હાજર રહ્યા હતા.

(4:31 pm IST)