Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

નચિકેતા સ્કુલ દ્વારા મતદાનની અપીલ

 લોકશાહીનું મહાપર્વ એટલે ઇલેકશન પરંતુ આજના સમયમાં ઘણા એવા લોકો હોય છે જે એક યા બીજી રીતે મતદાન કરવાનું ટાળે છે ત્યારે નચીકેતા સ્કુલીંગ સીસ્ટમના વિદ્યાર્થીઓએ આ પ્રણાલીને વધુ મજબુત બનાવવા પ્રયત્ન કર્યો છે. સ્કુલ દ્વારા હોમવર્કના રૂપમાં વિદ્યાર્થીઓને પોતાના પરીવારજનો અને પોતાની નજીક રહેતા ત્રણ પરીવારને ફરજીયાત મતદાન કરવા પ્રેરવાનું કાર્ય સોંપાયું હતું. વિદ્યાર્થીઓએ આ ઇનોવેટીવ હોમવર્કની જવાબદારી સ્વીકારી પોતાનાથી શકય તેટલા તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

(4:20 pm IST)