Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

સોની બજારના આગેવાનો ભાજપમાં: ગોવિંદભાઈના હસ્તે ખેસ પહેર્યો

રાજકોટ : સોની બજાર મિત્ર મંડળ, વાઘેશ્વરી એજ્યુકેશન સેન્ટર, શ્રી વાઘેશ્વરી ફાઉન્ડેશન, શ્રી ગ્રુપના આગેવાનો શ્રી ઉપીનભાઈ ભીમાણી, નયનભાઈ કે. રાણપરા, હરેશભાઈ એન. ભુવા, બીપીનભાઈ રાણપરા, ગોરવભાઈ રાધનપરા, રવિકાંતભાઈ વાગડીયા, નિલેશભાઈ લોલારીયા, વિનુભાઈ ફીચડીયા, રાજુભાઈ રાણપરા, કલ્પેશભાઈ રાણપરા, જશ્મીનભાઈ રાણપરા, ભાવેશભાઈ માંડલીયા, જગદીશભાઈ આડેસરા, વિજેશભાઈ ભુવા, સંદિપભાઈ ભુવા, સંજય રાજપરા, મહેશ (માળ) રાજુભાઈ ફીચડીયા સહિત સેંકડો સોની બજારના મિત્રો ૭૦ રાજકોટના ઉમેદવાર શ્રી ગોવિંદભાઈ પટેલ તથા શહેર ભાજપના મહામંત્રી શ્રી જીતુભાઈ કોઠારીના હસ્તે ભાજપના ખેસ ધારણ કરીને ભાજપને જીતાડવા માટેનો સંકલ્પ જાહેર કરેલ હતો. તેમ એક યાદીમાં જણાવાયુ છે.

(4:17 pm IST)