Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ભાવનગર રોડ પર કોંગ્રેસ કાર્યકર પ્રવિણ પટેલને જયેશ પટેલે ખૂનની ધમકી દીધી

વિધાનસભા-૬૮ના કાર્યાલયમાંથી બહાર બોલાવી ગાળો દઇ ડખ્ખોઃ ગુનો નોંધાયોઃ ત્રણ વર્ષ પહેલા જયેશના ભાઇ સાથે માથાકુટ થઇ'તી તેનું સમાધાન પણ થઇ ગયું છેઃ ચૂંટણીનું વેરઝેર કે અન્ય કારણ?

રાજકોટ તા. ૮: ભાવનગર રોડ પર આર.એમ.સી.ની ઓફિસ સામે રાત્રે વિધાનસભા-૬૮ના કોંગ્રેસના કાર્યાલયમાં બેઠેલા પેડક રોડ શિવસૃષ્ટી પાર્ક-૧માં રહેતાં ચાંદીના કારખાનેદાર અને કોંગ્રેસ કાર્યકર પ્રવિણભાઇ ઘુસાભાઇ આંબલીયા (ઉ.૩૯)ને કાર્યાલયમાંથી બહાર બોલાવી કુવાડવા રોડ અલ્કા પાર્કમાં રહેતાં જયેશ દેવરાજભાઇ ગઢીયાએ મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડતા ફરિયાદ થઇ છે.

થોરાળાના હેડકોન્સ. જાહીરખાન ખફીફે પ્રવિણભાઇની ફરિયાદ પરથી જયેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે રાત્રે પોણા દસેક વાગ્યે ભાવનગર રોડ પર કોંગ્રેસના કાર્યાલય ખાતે હતાં ત્યારે જયેશ ગઢીયાએ આવી બહાર બોલાવી માથાકુ કરી ધમકી આપી હતી. ત્રણેક વર્ષ પહેલા તેને જયેશના ભાઇ સાથે માથાકુટ થઇ હતી. જો કે તેનું તો સમાધાન પણ થઇ ગયું હતું. હાલમાં તે કોંગ્રેસમાં ભળીને કાર્યકર તરીકે કામ કરતાં હોઇ જેથી કદાચ મનદુઃખ રાખીને ડખ્ખો કરાયાની શંકા છે. વિસ્તારના કોંગી આગેવાન પ્રવિણભાઇ સોરાણીએ પણ આવી શંકા દર્શાવી હતી.

(4:15 pm IST)