Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

દરજી સમાજ ભાજપની સાથે : વિજયભાઇ પરમાર

તમામ ગોળ એક મંચ પર : વિજયભાઇ રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાને જીતાડવા સંકલ્પબધ્ધ : સમસ્ત દરજી સમાજે કાલે મતદાન કરવા નીકળી પડવા આગેવાનોની અપીલ

રાજકોટ તા. ૮ : સમસ્ત દરજી સમાજ ભાજપની સાથે છે અને વિજયભાઇ રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા એમ ચારેયને જીત અપાવવા સંકલ્પબધ્ધ હોવાનું સમસ્ત દરજી સમાજના પ્રમુખ વિજયભાઇ પરમારે 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

આ તકે ગુજરાતી મચ્છુ કઠીયા દરજી સમાજના પ્રમુખ રાજુભાઇ ચૌહાણ, મચ્છુ કઠીયા સઇ સુતાર દરજી સમાજના પ્રમુખ દિપકભાઇ પીઠડીયા, સોરઠીયા દરજી સમાજના પ્રમુખ સતીષભાઇ ગોહેલ, ઉમેશભાઇ (જે.પી.) એ એક સુરમાં જણાવેલ કે રાજકોટમાં દરજી સમાજની વસતી નોંધનીય છે. તમામ ગોળ એક મંચ ઉપર આવી સમસ્ત દરજી સમાજની રચના વિજયભાઇ પરમારના નેતૃત્વતળે કરવામાં આવી છે.

આ આગેવાનોએ જણાવેલ કે દરજી સમાજને જયારે જયારે જરૂર પડી ત્યારે ભાજપના શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ  નીતિનભાઇ ભારદ્વાજ સહીત સ્થાનીક આગેવાનો મદદે આવ્યા છે. ગયા રવિવારે જ દરજી સમાજને વિજયભાઇનોસન્માન સમારોહ પણ ગોઠવ્યો હતો.

દરજી સમાજ ભાજપની સાથે જ છે અને રહેશે.  ભાજપના ચારેય ઉમેદવારોને જીત અપાવવા આવતીકાલે મતદાન કરવા સમસ્ત દરજી સમાજને નીકળી પડવા આ આગેવાનોએ અનુરોધ કરેલ છે.

આ મુલાકાત સમયે સમસ્ત દરજી સમાજના પ્રમુખ વિજયભાઇ પરમાર (મો.૯૮૨૪૦ ૨૩૨૭૫), રૂપેશભાઇ દુદકીયા (મો.૯૮૨૫૦ ૯૯૬૨૭), ઉમેશભાઇ  ધામેચા (જે.પી.), રાજુભાઇ ચૌહાણ, તનસુખભાઇ ગોહેલ, સંદિપભાઇ ગોહિલ, સતીષભાઇ ગોહેલ, રણજીતભાઇ ગોહેલ, દિપકભાઇ પિઠડીયા, સુરેશભાઇ મકવાણા, હરેશભાઇ જંગબારી, દિવ્યેશભાઇ મકવાણા, નરેશભાઇ દુદકીયા, યોગેશભાઇ પિઠડીયા, શાંતિભાઇ સોલંકી, હિતેષભાઇ જેઠવા વગેરે સાથે રહ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:12 pm IST)