Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મતદાન કરી યોગ્ય ઉમેદવારને સુકાન સોંપી રાજયના વિકાસમાં સહભાગી બનજોઃ પરાક્રમસિંહ જાડેજા

જયોતિ ઓટોમેશન ખાતે કર્મચારીઓ માટે કાર્યશાળાઃ મતદાન કરવા સંકલ્પબધ્ધ

રાજકોટ, તા., ૮: હાલમાં પ્રવર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીના માહોલ અને કાલે તા. ૯ ના શનિવારે થનાર પ્રથમ ચરણના મતદાનને ધ્યાને લઇ મેટોડા જીઆઇડીસી રાજકોટ સ્થિત જયોતી સીએનસી ઓટોમેશન લી. ખાતે તેમના કર્મચારીઓ માટે ચુંટણી અંગેની માર્ગદર્શક સુચનો અંગે એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું.

સંસ્થાના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી પરાક્રમસિંહજી જાડેજાએ તેમના વ્યકિતવ્ય દ્વારા કર્મચારીઓને લોકશાહીમાં ચુંટણીનું મહત્વ અને તેની મહતા અંગે વિગતવાર સમજણ આપેલ. દરેક કર્મચારીઓને દેશહિતને ધ્યાનમાં રાખી ન ચુકતા આ વખતે ચુંટણીમાં અચુક મતદાન કરવા અને યોગ્ય ઉમેદવારને પોતાનો વોટ આપી દેશહિત અને ગુજરાત રાજયના વિકાસમાં ભાગીદાર થવા માટે અપીલ કરેલ.

આ સાથે તેમણે આશરે ર૦૦૦ કર્મચારીઓને ચુંટણીમાં અવશ્ય રીતે મતદાન કરવા અને સમાજમાં આ અંગેની જાગૃતી ફેલાવીને બીજા લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરવા શપથ લેવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પરાક્રમસિંહ જાડેજા સ્પોર્ટસને લગતી કોઇ પણ પ્રવૃતિમાં તન મન અને ધનથી મોટુ યોગદાન આપી રહયા છે. તેમની દેશદાઝ ઉદાહરણરૂપ છે. હાલમાં તેઓ આણંદ ખાતે ચાલી રહેલી ઓલ ઇન્ડીયા મશીન ટુલ્સની કોન્ફરન્સમાં ભાગ લઇ રહયા છે. પરંતુ ચુંટણી સંદર્ભે તેઓ ૮ તારીખે રાત્રે નીકળી ૯ તારીખે મત આપી પાછા આણંદ જવા રવાના થઇ જશે. આ રીતે તેઓ લોકો માટે એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહયા છે.

લોકોને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ અચુક કરવા તેઓએ અનુરોધ કરેલ છે.

(4:12 pm IST)