Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મત માટે મોદીજીને બદનામ કરનાર કોંગ્રેસે વાસ્તવમાં ચૂંટણીમાં જ કમળપૂજા કરી લીધી : લાખાભાઈ

રાજકોટ તા.૮ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને નીચી કોટીની વ્યકિત ગણાવી કોંગ્રેસે ગુજરાતની જનતાનું હળહળતું અપમાન કર્યું હોવાનો રોષ રાજકોટ ગ્રામ્ય ભાજ૫ના ઉમેદવાર શ્રી લાખાભાઇ સાગઠિયાએ વ્યકત કરતા જણાવ્યું હતું કે, મત માટે મોદીજીને બદનામ કરવા નીચ કોટીના માણસ કહેનારી કોંગ્રેસે વાસ્તવમાં ચૂંટણીમાં શ્નઙ્ગજ્રાઇ પૂજા' કરી લીદ્યી છે. મોદીજીને શ્નજ્રાટદ્બદ્ગક્ન સોદાગર' અને શ્ન ક્નજ્રઉક્નાૃક્નલૃ કહી બદનામ કરવાની કોંગ્રેસની ચાલ ભૂતકાળમાં થઇ બૂમરેંગ છે અને આ વખતે ૫ણ થશે. કોંગ્રેસના આવા પછાત વિરોધી માનસનો પ્રતિભાવ ૫ણ શ્રી નરેન્દ્રભાઇએ સૌમ્ય રીતે વાળ્યો છે અને પછાત, દલિત, છેવાડાના માનવીનો સાથ નહિ છોડવાની હૈયાદ્યારણ આપી છે. શ્રી નરેન્દ્રભાઇએ કોંગ્રેસના કરતૂતોનો જવાબ મુખથી નહિ ૫ણ ૯મી તારીખે મતથી આ૫વા કરેલી અપીલ ૫ણ લોકશાહી મૂલ્યો માટેના તેમનો આદર દર્શાવે છે, એમ ૫ણ તેમણે કહ્યું હતું.

 કોંગ્રેસના ટોચના નેતા મણીશંકર ઐય્યરએ એક ટેલીવિઝન ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીને 'નીચ કોટીના' અને 'ઘટીયા' કહેતા દેશભરમાં રોષ ફેલાયો છે. મોદીજીની જાતિને લઇને ઐય્યરે કરેલા આ નિમ્ન કક્ષાનાં નિવેદનનો જવાબ મોદીજીએ તો સંયમિત ભાષામાં આપ્યો જ છે ૫રંતુ ભાજ૫ અને મોદીજી આ મામલો જનતાની અદાલતમાં લઇ ગયા છે. શ્રી લાખાભાઈ સાગઠિયાએ આગળ જણાવ્યું છે કે, ''મોદીજી વિરૂદ્ધ અવારનવાર આ પ્રકારના હુમલાઓ કોંગ્રેસ દ્વારા થતાં રહ્યાં છે, દરેક વખતે પ્રજાએ આવી બાલીશ માનસિકતાનો જવાબ આપ્યો છે. ર૦૧રની વિધાનસભા ચૂંટણીમાં સોનીયા ગાંધીએ ગુજરાતમાં આવીને મોદીજીને 'મૌતના સૌદાગર' કહ્યા હતાં, ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ જ મણીશંકર ઐય્યરે કહ્યું હતું કે, મોદી કયારેય દેશના વડાપ્રધાન બની શકશે નહી, હા! તેઓ કહે તો તેમને ચાની લારી કરી દઇએ! આવા ગંદા નિવેદનો સામે પ્રજાએ બહુ રોષભેર ભાજ૫ને મત આપ્યા હતા. આ વખતે ૫ણ ઐય્યરના નિવેદનનો બદલો પ્રજા જ કોંગ્રેસને હરાવીને લેશે.''

(4:09 pm IST)