Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

જયકિશન ઇન્ડસ્ટ્રીઝના માલીક વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૮ : રાજકોટ શહેરના જયકિશન ઇન્ડસ્ટ્રીઝના માલીક વિજયભાઇ રસીકલાલ પરમાર સામે ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ દાખલ થતા કોર્ટે સમન્સ ઇસ્યુ કરેલ છ.ે

રાજકોટ શહેરના જયકિશન ઇન્ડસ્ટ્રીઝના માલીક વિજયભાઇ રસીકલાલ પરમાર, મીરા ઉદ્યોગ, મેઇન રોડ, પી.જી.વી.સી.એલ. સબ સ્ટેશન પાસે, કોઠારીયા ૧પ૦ ફુટ રીંગ રોડ, સની એન્ટરપ્રાઇઝવાળો ડેલો, રાજકોટ ખાતે જયકિશન ઇન્ડસ્ટ્રીઝના નામે હાર્ડવેર મેન્યુફેકચરીંગનો બિઝનેશ કરે છે તેઓએ મોલડેક્ષ એજન્સીના માલીક જીતુભાઇ પરસોતમભાઇ બદીયાણી (ફરીયાદી) પાસેથી બફ મટીરીયલની ખરીદી કરેલ અને તે પેટે ફરીયાદીને રૂ. ૩,૦૬,૭૩ર પરત ચુકવવાના થતા તે વ્યવહાર પણ ર૦૧પ ની સાલની આસપાસનો હતો અને ફરીયાદીએ આરોપી વિજયભાઇ રસીકલાલ પરમાર પાસે અવાર નવાર આ માલ પેટેની કાયદેસરની લેણી નીકળતી રકમની માંગણી કરતા આરોપી વિજયભાઇ રસીકલાલ પરમારે કટકે-કટકે રકમ ચુકવતા અને તેવીજ રીતે આરોપી વિજયભાઇ રસીકલાલ પરમારે ફરીયાદીને તા. ર૬/૧૦/ર૦૧૭ ના રોજના રૂ.રપ,૦૦૦ તથા રૂ.રપ,૦૦૦ એમ બે ચેક આરોપી વિજયભાઇ રસીકલાલ પરમાર તરફથી ફરીયાદોને આપવામાં આવેલા.

સદરહુ ચેક આપતા સમયે આરોપીએ ફરીયાદીને વચન અને વિશ્વાસ આપેલ કે સદરહુ ચેકમાંથી રૂ.૩,૦૬,૭૩ર પેટે તમોને રૂ.પ૦,૦૦૦ મળી જશે.

છતા ફરીયાદીને ઉપરોકત બંને ચેક આપેલ અને તેમાંથી કોઇ રકમ ફરીયાદીને મળવાની નથી તેવું જાણતા હોવા છતા ઉપરોકત બંને ચેક વિશ્વાસઘાત કરી આપવામાં આવેલ છે. આમ, ઉપરોકત બંને ચેકો રીર્ટન થયા અંગે ફરીયાદીએ આરોપી વિજયભાઇ રસીકલાલ પરમાર સામે ''ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮'' મુજબ ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ છ.ે

સદરહું ફરીયાદ રાજકોટના જયુડિ. મેજી. શ્રી બી.એચ.ધાસુરા ફરીયાની હકીકત ધ્યાને લઇ ફરીયાદ રજીસ્ટરે લઇ અને આરોપી જયકિશન ઇન્ડસ્ટ્રીઝના માલીક વિજયભાઇ રસીકલાલ પરમાર સામે પ્રોેસેસ ઇસ્યુ કરી આગળની કાનુની કાર્યવાહી શરૂ કરેલ છે.ે આ ચેક રીર્ટનની ફરીયાદના કામે ફરીયાદી મોલડેક્ષ એજન્સીના માલીક જીતુભાઇ પરસોતમદાસ બદીયાણી વતી રાજકોટના ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદી, કીરીટભાઇ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્યામ અકબરી રોકાયેલ હતા.

(4:08 pm IST)