Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ઘરેલું હિંસાના કેસમાં ખોરાકી-મકાન ભાડુ ત્રાસ સંબંધે વળતર ચુકવવાનો હુકમ

રાજકોટ તા. ૮ : અરજદારે કરેલ ઘરેલું હીંસાના કેસમાં માસીક રૂ. ૪૦૦૦ ભરણ પોષણ પેટે, મકાન ભાડા પેટે રૂ.૧પ૦૦ શારીરીક માનસીક ત્રાસ પેટે રૂ.રપ૦૦૦ ચુકવી આપવા પતિને કોર્ટે હુકમ કરેલ હતો.

અરજીની ટુંક વિગત એવી છે કે, આ કામના અરજદાર પૂર્વીતાબેન રવિન્દ્રભાઇ રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ-બે માળીયા, તીરૂપતીની ડેરી સામે, હસનવાડી મેઇન રોડ, જી.રાજકોટવાળાએ આ કામના સામાવાળા નં.(૧) રવીન્દ્રભાઇ બુધાભાઇ પઢિયાર (પતી) (ર) બુધાભાઇ બાબુભાઇ પઢીયાર (સસરા) (૩) મંજુલાબેન બુધાભાઇ પઢીયાર (સાસુ) (૪) વિજયભાઇ બુધાભાઇ પઢીયાર (દીયર) (પ) સંગીતાબેન બુધાભાઇ પઢીયાર રહે. ૧થી પ દેવકુંજ બ્લોક નં.૪, પ્રમુખ સોસાયટી, મું.વીરપુર, તા.જેતપુર, જી. રાજકોટ (૬) હર્ષાબેન અતુલકુમાર રાઠોડ રહે. લક્ષ્મીનગર શેરી નં.ર, વાણંદ સમાજની વાડીની પાસે બંધ શેરીમાં, રાજકોટ (૭) જયશ્રીબેન ધર્મેશકુમાર રાઠોડ રહે. જુમા મસ્જીદ સામે, રાજકોટ, (૮) દિપ્તીબેન રણજીતકુમાર પરમાર રહે.શકિત કૃપા, સ્કાય સીટી,મું.વેરાવળ, જી.સોમનાથ આ તમામ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ ૧ર,૧૮, ર૦, વીગેરે નીચે ભરણ પોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત રાજકોટ એ.ડી.ચીફ કોર્ટમાં અરજી કરેલ હતી.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના એડી.એફ જયુ. મેજી. શ્રીએ ગત અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે અરજદારને માસીક રકમ રૂ.૪૦૦૦ હુકમની તારીખથી માસીક મકાન ભાડુ રૂ.૧પ૦૦ શારીરીક માનસીક દુખત્રાસના વળતર પેટે રૂ. રપ૦૦૦ અરજી ખર્ચ રૂ.૧૦૦૦ ચુકવવા તથા સદર હુકમ મુજબ નિયમીત રકમ સામાવાળા પતિએ ચુકવવી તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર પૂર્વિતાબેન રવીન્દ્રભાઇ પઢીયાર વતી રાજકોટ પી એન્ડ આર લોચેમ્બરના વિદ્વાન એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, કેતન જે.સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, અમીત વી.ગડારા, રીતેષ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયેલ હતા.

(4:08 pm IST)