Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગુંડાગીરી, ભય, લાલચની કોંગ્રેસની મનોવૃતિ સામે કાર્યકરો સંયમ રાખી વધુને વધુ મતદાન કરાવે : વિજયભાઈ

ચૂંટણી સામાન્ય નથી 'વિકાસ'ની પ્રકૃતિ વિરૂદ્ધ 'વિનાશ'ની વિકૃતિ સામેનો જંગ છે : શહેર ભાજપ : વિકાસ પુરૂષ નરેન્દ્રભાઈ મોદી અને પ્રજાવત્સલ વિજયભાઈના નેતૃત્વને સુદૃઢ બનાવવા 'કમળ'ને ખીલવજો : નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ડો. જૈમન ઉપાધ્યાય, ડો.દર્શિતાબેન શાહ, અંજલીબેન રૂપાણી, પુષ્કર પટેલ, કમલેશ મીરાણી, જીતુભાઈ કોઠારી, દેવાંગ માંકડ, કિશોરભાઈ રાઠોડ સહિતના હોદ્દારોની અપીલ


રાજકોટ, તા. ૮ : આવતીકાલે તા.૯ના રોજ ભાજપના કાર્યકરો વધુને વધુ મતદાન કરાવે તેવી અપીલ શહેર ભાજપ દ્વારા કરાઈ છે અને મતદારો પણ વધુને વધુ મતદાન કરે તેવો અનુરોધ કર્યો છે.

આ અંગે શહેર ભાજપની યાદીમાં જણાવાયુ છે કે જયારે ભારતીય જનતા પાર્ટીનાં કર્મઠ, પ્રજાવત્સલ, વિકાસપુરૂષ શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્દ્યદ્રષ્ટા નેતૃત્વ હેઠળ નવું ભારત નિર્માણદ્યિન છે ત્યારે દરેક મતદારની ફરજ છે કે, ભાજપાના ઉમેદવારોને ભવ્યાતીભવ્ય વિજય અપાવાવ કમ્મર કસીને મતદાન કરે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો પૂર્વ મેયર અને ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સંગઠનના માહેર  નીતિનભાઇ ભારઘ્વાજ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયરશ્રી ર્ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીનાચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજ૫ના પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી, શ્રી દેવાંગ માંકડ, કિશોરભાઈ રાઠોડ સહિત આગેવાનોએ જણાવ્યું છે આ ચૂંટણી માત્ર સામાન્ય ચૂંટણી નહી ૫ણ વિકાસની પ્રકૃતિ વિરૂદ્ધ વિનાશની વિકૃતિ સામેનો જંગ છે.

આ આગેવાનો જણાવે છે કે ૫રાજય ભાળી જવાથી કોંગ્રેસના ઉમેદવારોને તમ્મર ચડી આવી ગઇ છે અને તેના કારણે ગૂંડાગીરી, દૂરાચારી પૈસાની જોરે ખોટા અપ્રચારનો સહારો લઇને રાજકોટના શાંત અને લોકશાહીપ્રિય વાતાવરણ ડહોળવા પ્રયાસ કરશે અનેક લોભામણી અને છેતરપીડીની વાતો વહેતી થશે, તોડફોડ મારપીટ દ્વારા જાગૃત મતદારોને ''બાન'' રાખવાના મેલા કારસા ૫ણ થશે, પરંતુ આ બધા જ ભય સ્થાનો, કાળા કર્મો વચ્ચે ભાજપાના શિસ્તબદ્ઘ કાર્યકરો પોતાની ગરિમા મુજબ, અને શિસ્ત મુજબ ભારે મતદાન કરાવવાના પ્રયત્નો અવિરત૫ણે ચાલુ જ રાખશે.

ભારતીય જનતા પાર્ટીની જનપ્રિય અને પ્રજાલક્ષી નીતિઓ, અને કાર્યક્રમો તેમજ વણથંભી વિકાસયાત્રાથી ભયભીત થઇ ગયેલી કોંગ્રેસ હવે શરમ નેવે મૂકીને ગાલીગલોચ ૫ર ઉતરી આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોહી ૫સીનો એક કરીને દેશને વિકાસના શિખરે ૫હોંચડવાની કર્મઠતાને સહન ન કરનાર કોંગ્રેસીઓ હવે મોદીજીની નાતી જાતિને પોતાના મનોવિકૃતિની ઓળખ આપી છે.

મહિલા અભયમ, મહિલા સશકિતકરણ, મહિલા સ્વાવંબન, મહિલા શિક્ષણ વગેરેમાં અગ્રેસર રહેનાર મોદીજીની સરકારનો મહિલાઓને હંમેશા ઋણ રહેશે અને તેથી ગુજરાતમાં મહિલા મતદારો વિશેષ જાગૃત થઇને આ વખતે મતદાન કરશે. મહિલા મોરચાના બહેનો ૫ણ વધુને વધુ મહિલાઓ મતદાન કરે તે માટે સવારથી જ સક્રિય બની રહે તેવી અપીલ મહિલા મોરચાના શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આ તકે કરી હતી.(૩૭.૧૯)

(4:07 pm IST)