Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ભાજપના ચારેય ઉમેદવારોને વિજયી બનાવો : ગુણુભાઈ ડેલાવાળા

હાર ભાળી ગયેલ કોંગ્રેસ હલ્કી કક્ષાનું રાજકારણ શરૂ કર્યુ : સરગમ કલબ ભાજપની સાથે જ છે : કલબ અને ડેલાવાળાના નામે બોગસ પત્રિકાનું વિતરણ થવા પોલીસ કમિશ્નરને તપાસ કરવા રજૂઆત

 

 

રાજકોટ, તા. ૮ : સરગમ કલબના નામે બેનામી પ્રેસનોટ મોકલી ચૂંટણી જીતવા જે ષડયંત્ર રચવામાં આવ્યુ છે તેને સરગમ કલબના ચેરમેન ગુણુભાઈ ડેલાવાળાએ સખત શબ્દોમાં વખોડી કાઢી કહ્યું કે મારી સંસ્થાને બદનામ કરવાનું કાવતરૂ રચી પ્રેસનોટ મોકલવામાં આવી તેનાથી મને દુઃખની લાગણી થઈ છે આ મામલે પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુણુભાઈએ જણાવેલ કે રાજકોટ - ૬૯ બેઠક ઉપર વિજયભાઈ રૂપાણી સામે હાર ભાળી ગયેલી કોંગ્રેસના આ કાવાદાવા છે વિરોધીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યા છે. ઈન્દ્રનીભાઈ જે રીતે ચૂંટણીમાં નૈતિક મૂલ્યો નેવે મૂકી રહ્યા છે તે જોતા તેમનો પરિવાર પદભાર કરતા પણ વધારે મતોથી તેમનો પરાજય નિશ્ચિત છે.

જે રીતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈના ઘરે મોડી રાત્રે હુમલો કર્યો અને રાજકોટની સંસ્કારીતા અને નૈતિક પરંપરાઓને ઠેબે ચડાવી તે એક ધૃણાસ્પદ ઘટના બની હતી. જેને પણ સરગમ કલબના હોદ્દેદારોએ વખોડી કાઢી છે.

અમને વિજયભાઈ ઉપર ગર્વ છે જેમણે ચૂંટાયા બાદ મુખ્યમંત્રી બન્યા બાદ ટુંકાગાળામાં અનેક વિકાસના કાર્યો કરી બતાવ્યા છે.(૩૭.૧૮)

 

 

(4:20 pm IST)