Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

આજે સ્ટેન્ડીંગ કમિટિના એકપણ સભ્ય હાજર નહી રહેતા બેઠક મુલત્વી

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજે બપોરે ૧૨ વાગ્યે બોલાવવામાં આવી હતી પરંતુ ચૂંટણીના કારણે ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના સભ્યો હાજર રહી શકયા ન હતા. જોકે સેક્રેટરી સહિતના જવાબદાર અધિકારીઓ નિયત સમયે મીટીંગ રૂમમાં પહોંચી ગયેલ અને ૧૦થી ૧૫ મીનીટ સભ્યશ્રીઓની રાહ જોયા બાદ સેક્રેટરીશ્રીએ બેઠક મુલત્વી રાખવાનો નિર્ણય લઇ અને તે અંગે રોજકામ કર્યું હતું. આમ સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં રહેલ ૩૭ દરખાસ્તો આજે પણ અનિર્ણિત રહી હતી.

(4:05 pm IST)