Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

આગામી તા.૧ર-૧૩ BSNLના ર લાખ કર્મચારીઓ-અધિકારીઓની દેશવ્યાપી હડતાલઃ ગુજરાત સર્કલ સજ્જડ રહેશે

હડતાલને તમામ યુનિયનોનો ટેકોઃ પેઇજ રીવીઝનનો મામલોઃ ત્રણ વર્ષથી ટેલીકોમ નફો કરે છે તો અન્યાય કેમ...

રાજકોટ તા.૮ : બીએસએનએલના કર્મચારીઓનું પેઇજ ડીવીઝનનું અમલીકરણ કર્યુ જરૂરી હતુ પરંતુ બીએસએનએલ છેલ્લા ત્રણ વર્ષથી ખોટ પડી રહેલ છે. તેવુ કારણ દર્શાવીને કર્મચારીઓના પેઇજ રીવીઝનને નકારવામાં આવી રહ્યુ છે અને એ પણ નોંધવુ જરૂરી છે કે બીએસએનએલની ખોટ પાછળ બીએસએનએલના કર્મચારીઓ જવાબદાર નથી. સરકારની ખોટી નીતિઓના કારણે જ બીએસએનએલ ખોટ કરતા એકમમાં પરિવર્તિત થયુ છે. બીએસએનએલના કર્મચારીના દિન-રાત એક કરીને આજની ગળાકાપ સ્પર્ધામાં બીએસએનએલનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે અને દિન-પ્રતિદિન બીએસએનએલની આર્થિક સ્થિતિ સુધારવામાં પોતાનુ અમુલ્ય યોગદાન આપી રહ્યા છે. આને કારણે બીએસએનએલના છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક નફો કરવા લાગ્યુ છે. તેમ છતાં બીએસએનએલના કર્મચારીના મળવા પાત્ર પેઇજ રીવીઝનના લાભોથી વંચિત રહેલ છે. આ સરકારનો આ ઇરાદાપુર્વકનો અન્યાય છે.

સરકાર એ સહાયક ટાવર કંપની બનાવવાનો નિર્ણયને લીધેલ છે તે બીએસએનએલના ભાગ કરીને પાછળના દરવાજેથી તે ખાનગીકરણ કરાવવાનો સરકારનો ઇરાદો છે. જો સહાયક ટાવર કંપની બનશે તો બીએસએનએલના ર,૦૦,૦૦૦ કર્મચારી અને બીએસએનએલનું ભવિષ્ય અંધકારમય બની જશે.

બીએસએનએલના લગભગ બધા જ સંગઠનોએ પેઇજ રીવીઝનના પ્રશ્ન અંગે આંદોલનના રૂપમાં સંઘર્ષ કરેલ છે પરંતુ આજના દિવસ સુધીમાં આપણે પેઇજ રીવીઝનના લાભો મેળવી શકયા નથી એ પણ એક સત્ય છે. ર૦૧૭ના પેઇઝ રીવીઝન બાદ ર૦૧૭માં ફોર્થ પેઇજ રીવીઝન થશે. આ દરમ્યાન હાલના કર્મચારીઓમાંથી ૯૦ ટકાથી વધુ કર્મચારીઓ નિવૃત થઇ જશે. તેથી ર૦૧૭નું પેઇઝ રીવીઝન તેમના જીવનનું અંતિમ પેઇજ રીવીઝન બની રહેશે. આપણા જીવનનું આ અંતિમ પેઇજ રીવીઝન લેવામાં જો આપણે નિષ્ફળ રહીશુ તો તેની અસર માત્ર આપણા પગાર, ભથ્થા પર જ નહી પરંતુ આપણા પેન્શન, ગ્રેચ્યુઇટી, લીવ ઇન્ડેશમેન્ટ અને આપણી ગેરહાજરીમાં ફેમીલી પેન્શન પર પણ પડશે તેમ યુનિયન અગ્રણીઓએ ઉમેર્યુ છે.

આગામી તા.૧ર અને ૧૩ ડિસેમ્બર ર૦૧૭ના રોજ બીએસએનએલના સૌ યુનિયન્સ અને એસોસીએશન દ્વારા સામૂહીક રીતે બે દિવસીય સંપુર્ણ હડતાલનું એલાન આપવામાં આવેલ છે. યુનિયન્સ અને એસોસીએશનના સભ્યો હડતાલમાં જોડાઇ રહ્યા છે.

બીએસએનએલના સર્વે યુનિયન્સ અને એસોસીએશન્સના સાથી મિત્રોને તા.૧ર અને ૧૩ ડિસેમ્બર ર૦૧૭માં બે દિવસીય હડતાલમાં જોડાઇને સમગ્ર ગુજરાત સર્કલમાં હડતાલ સંપુર્ણ રીતે સફળ બનાવવા અપીલ કરીએ છીએ અને જરૂર પડશે તો અચોક્કસની હડતાલ કરવામાં પાછી પાની કરશુ નહિ તેવુ એલાન પણ અપાયુ હતુ.

(4:05 pm IST)