Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાજકોટમાં 'આપ'નો ભવ્ય રોડ શો : વિવિધ સમાજના આગેવાનો જોડાયા

જન અધિકાર મંચના પ્રવિણ રામનું અજીત લોખીલને સમર્થન

રાજકોટ : પ્રથમ ચરણના પ્રચારના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટી દ્રારા અજીત લોખિલનાં ભવ્ય રોડ શોનું આયોજન રાજકોટ પુર્વ-૬૮ વિધાનસભા ક્ષેત્રમાં  કરવામાં આવ્યું હતું. જેમાં આઠસો-નવસોથી વધુ ગાડીઓ અને બાઈકો લઇ સમર્થકો  ઉમટી પડ્યા હતા. રોડ શો બાદ સમગ્ર રાજકોટ આમ આદમી પાર્ટી મય બન્યું હતું. રોડ શોની શરૂઆત વહેલી સવારે પેડક રોડ કાર્યાલયથી થઇ હતી જે મોરબી રોડ, સંત કબીર રોડ , પોપટપરા, કુવાવડ રોડ થઇ ભાવનગર રોડ કાર્યાલય પર પૂર્ણ થયો હતો. રોડ શો દરમ્યાન પાટીદાર સમાજ, આહીર સમાજ, ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ વગેરે અલગ-અલગ સમાજ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા ઠેર ઠેર અજિત લોખીલનું સ્વાગત અને સમર્થન કરવામાં આવ્યું હતું. ભાજપ-કોંગ્રેસ માટે આ રેલો છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે એ જોતા સ્પષ્ટ થાય છે કે પ્રજા આ વખતે ઈમાનદાર રાજનીતિની સાથે છે અને ભાજપ-કોંગ્રેસ સામે પ્રચંડ આક્રોશ છે અને ''આપ''નો ભવ્ય વિજય થવા જઈ રહ્યો છે. રોડ શો દરમ્યાન સમગ્ર વિધાનસભા બેઠકમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મેનીફેસ્ટોની વહેંચણી કરવામાં આવી હતી. પાર્ટીના ઉમેદવાર અજિત લોખીલ દ્વારા ફરી એક વખત અપીલ કરવામાં આવી હતી કે કોઈ અન્ય પાર્ટીને મત આપી પોતાનો મત ન વેડફતા તેમ યાદીના અંતમાં જણાવ્યુ હતું.

 દરમિયાન ફિકસ પગારદાર કર્મચારી, બેરોજગાર યુવાઓ અને ખેડૂતના હક માટે આંદોલનો ચલાવતા જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રવિણ રામ દ્વારા ''આપ''ના રાજકોટ પૂર્વ-૬૮ના વિધાનસભાના ઉમેદવાર અજીત લોખીલને સમર્થન જાહેર કર્યુ છે. અજીત લોખીલ પણ પ્રવિણ રામની સાથે અનેક આંદોલનોમાં સહભાગી બન્યા છે.

(1:08 pm IST)