Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતની સદીઃ ૧૦૧ને પાસા તળે જેલમાં ધકેલ્યા

ભકિતનગર પોલીસે વધુ બે વોરન્ટ બજવ્યાઃ વિજય વાવેચા અને હિતેષ નિમાવતને અમદાવાદ જેલહવાલે કરાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાન્યુઆરીથી આજ સુધીમાં જુદા-જુદા ગુનામાં સંડોવાયેલા ૧૦૧ શખ્સોને પાસા તળે જુદી-જુદી જેલમાં ધકેલી દઇ સદી ફટકારી છે. જેમાં ભકિતનગર પોલીસે ગઇકાલે ઇશ્યુ કરેલા બે વોરન્ટ પણ સામેલ છે.

અગાઉ વાહન ચોરીના અનેક ગુનામાં પકડાઇ ચુકેલા બે શખ્સો વિજય ચનાભાઇ વાવેચા (ઉ.૨૪-રહે. વિનાયકનગર-૧૬, મવડી પ્લોટ) તથા હિતેષ ઉર્ફ રઘો મહેશભાઇ નિમાવત (ઉ.૨૭-રહે. વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, ભાવીન ગઢવી, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ ગઢવી, રાણા કુગશીયા, ભાવેશ મકવાણા, દિપક ડાંગર, દેવાભાઇ ધરજીયા અને હોમગાર્ડ હાર્દિક પીપળીયાએ વોરન્ટની બજવણી કરી બંનેને અમદાવાદ જેલહવાલે કર્યા છે.

પોલીસ કમિશ્નરશ્રીએ એક વર્ષદરમિયાન મંજુર કરેલી પાસાની ૧૦૧ દરખાસ્તોમાં પીસીબીના પી.આઇ. જે. ડી. વાઘેલા, રાજુભાઇ દહેકવાડા, અજયભાઇ શુકલા, અશ્વિનગીરી, શૈલેષભાઇ રાવલ, ઇન્દુભા સિસોદીયા સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)