Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

લોકશાહીને મજબુત બનાવવા મતદાન અવશ્ય કરોઃ ડો.અમિત હપાણી

મતદારો વધુને વધુ મતદાન કરી પોતાની ફરજ અદા કરે

રાજકોટ તા.૮ : આવતીકાલે ગુજરાતમાં લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે મતદાન થવાનુ છે ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા તબીબ ડો.અમિત હપાણીએે લોકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબુત બનાવવાની અપીલ કરી છે. ડો.હપાણીએ જણાવ્યુ છે કે, લોકશાહીમાં મતદાન કરવુ એ દરેક મતદારની ફરજ છે. દેશમાં સુશાસન માટે દરેક લોકોએ મતદાનરૂપી ફરજ બજાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવાનો આ સમય છે. આપણા વારસદારોને એક સુંદર અને સુરક્ષિત ભારતની ભેટ આપવા આજે આપણે જાગૃત બની તમામ ભેદભાવ ભુલી મોટા પ્રમાણમાં મતદાન કરીએ. દેશના ભાવિના ઘડતર માટે એક-એક મત કિંમતી છે ત્યારે લોકો પોતાના આત્માના અવાજ પ્રમાણે અને દેશના હિતમાં મતદાન કરે તેવી દરેકને મારી અપીલ છે.(૩-પ)

 

(12:23 pm IST)