Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

ગાંધીગ્રામમાં ત્રીજા માળેથી બાવાજી પ્રૌઢ રમેશભાઇ નિમાવત પટકાયાઃ ગંભીર ઇજા

વહેલી સવારે બનાવઃ બાવાજી પ્રૌઢ બેભાન હોઇ સાચુ કારણ જાણવા મથામણ

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામ નાણાવટી ચોક રામેશ્વર રોડ પર નંદનવન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં રમેશભાઇ વજેરામદાસ નિમાવત (ઉ.૫૨) નામના બાવાજી પ્રૌઢ વહેલી સવારે ત્રીજા માળના દાદરાના ગેપમાંથી નીચે પટકાતાં ડાબો પગ ભાંગી જતાં અને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સવારે ચારેક વાગ્યે આ બનાવ બનતાં અવાજ થતાં પડોશી જાગી જતાં રમેશભાઇને લોહીલુહાણ જોતાં તેમના પરિવારજનોને જગાડીને જાણ કરી હતી. રમેશભાઇ બેભાન હોઇ ઘટના ખરેખર શું બની? તે જાણી શકાયુ નથી. રમેશભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ચોથા નંબરે છે. સંતાનમાં અકે પુત્ર અને બે પુત્રી છે. તેઓ કાર ડ્રાઇવીંગ કરતાં હોઇ દરરોજ સવારે વહેલા ઉઠી કામે જવા નીકળી જાય છે. આજે સવારે પણ કામે જવા નીકળ્યા ત્યારે અકસ્માતે પડી ગયાનું પરિવાજનોનું તારણ છે. આમ છતાં તેઓ ભાનમાં આવ્યા બાદ પોલીસ વિશેષ તપાસ કરશે. યુનિવર્સિટી પોલીસ મથકના હિતુભા ઝાલા અને પ્રદિપભાઇ વધુ તપાસ કરે છે.

 

(12:10 pm IST)