Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

મનમોહનને પ્રોટોકોલ તોડવાનું ભારે પડયું: ફેનને મળવા ગયા તો તેણે કોંગ્રેસના કૌભાંડોનું પુસ્તક પકડાવી દીધું

ફેને ૨૫૦ પાનાની પુસ્તીકામાં UPA સરકારના કૌભાંડોની વિગત લખી છેઃ ફેનને મળી મનમોહન સમસમી ઉઠયાઃ મુંગા મોઢે ચાલતી પકડી

રાજકોટ તા. ૮ : ઇલેકશન કેમ્પેન માટે ગઇકાલે રાજકોટ આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આત્મીય કોલેજના સ્ટુડન્ટ્સને મળવા માટે જ્યારે કોલેજમાં પહોંચ્યા ત્યારે મનસુખભાઇ નામના એક વૃધ્ધ તેમને મળવા માટે ખાસ આવ્યા હતા. મનસુખભાઇએ દૂરથી મનમોહન સિંહને હાથ જોડયા એટલે મનમોહન સિંહ તમામ પ્રોટોકોલ તોડીને સીધા મનસુખભાઇ પાસે પહોંચ્યા. પહેલી વખત મનમોહનસિંહે આવું સ્ટેપ લીધું હતું કે, જેમાં તેમણે પોતાના ફેનને મળવા માટે પ્રોટોકોલ તોડયો હોય. જોકે મનમોહનસિંહને આ પ્રોટોકોલ તોડવાનું ભારે પડી ગયું અને મનસુખભાઇને મળ્યા પછી તેમનું પોપટ થઇ ગયું.

મનમોહનસિંહ જેવા પાસે આવ્યા કે મનસુખભાઇએ તેમના હાથમાં હસ્તલિખિત એક બુક મૂકી, જે તેમણે પોતે જ બનાવી હતી. મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા એ યુપીએ સરકાર દરમિયાન કુલ ૭ પ્રધાનોએ કૌભાંડ કર્યા અને એ તમામ કૌભાંડોની વિગતો મનસુખભાઇએ પોતાના હાથે બે બુકમાં લખી હતી. આ ઉપરાંત કોંગ્રેસના યાદગાર કૌભાંડો પણ એ અઢીસો પેજની બુકમાં મનસુખભાઇએ લખ્યા હતા.

આ જોઇને મનમોહનસિંહ સમસમી ગયા અને કંઇ બોલ્યા વિના જ પાછા ફરી ગયા.

 

(12:14 pm IST)