Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

કાલે મતદાનઃ ૧૦ હજારનો સ્ટાફ ૧૨૦ વસ્તુઓ સાથે બપોરથી 'બૂથ' ઉપર રવાના

રાજકોટ : આવતીકાલે રાજકોટ શહેર - જિલ્લાની ૮ વિધાનસભા બેઠક માટે સવારે ૧૦ હજારના સ્ટાફનું આખરી રેન્ડેમાઇઝેશન બાદ ૬ ડીસ્પેચીંગ - રીસીવીંગ સેન્ટર ઉપરથી જે તે બેઠકના રીટર્નીંગ ઓફિસરો દ્વારા પોતપોતાના મતવિસ્તારના બુથોમાં બપોરે સ્ટાફને ભોજન લેવડાવ્યા બાદ બસ અને અન્ય વાહનો દ્વારા રવાના કરાયો હતો. દરેક બૂથના પ્રિસાઇડીંગ ઓફિસરને ઇવીએમ - વીવીપેટ સહિત કુલ ૧૨૦ જેટલી વસ્તુઓની કીટ અપાઇ હતી. ૬૯-રાજકોટ વિધાનસભા વિસ્તારનું રીસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટર વીરાણી હાઇસ્કુલ ખાતે છે, આજે સવારે ૬૯-રાજકોટના રીટર્નીંગ ઓફિસર અને સફળ ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ પોતાના સ્ટાફને તમામ પ્રકારની આખરી સૂચના આપ્યા બાદ બપોરથી બૂથ રવાના કર્યો હતો, તસ્વીરમાં રીકવીઝીટ કરાયેલ. બસોના ખડકલા, નીચેની તસ્વીરમાં વીવીપેટ - ઇવીએમની ચકાસણી કરતા ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાની, બીજી તસ્વીરમાં સ્ટાફને આખરી માર્ગદર્શન આપતા આર.ઓ. અને બાજુની અને નીચેની તસ્વીરમાં ઉમટી પડેલ મહિલા - પુરૂષનો સ્ટાફ નજરે પડે છે, વીરાણી ખાતે એક મેળા જેવો માહોલ સજાર્યો હતો. (તસ્વીર : અશોક બગથરીયા)

(12:14 pm IST)