Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

છ વર્ષ પહેલાની બાઇક ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્યોઃ ખેરવાનો તેજા મુંધવા પકડાયો

રાજકોટઃ વાંકાનેરના ખેરવા ગામનો તેજા જસાભાઇ મુંધવા (ઉ.વ.૩૪) રાજકોટમાં કોટેચા ચોકમાં ધારેશ્વર ડેરી પાસે નંબર પ્લેટ વગરનું ચોરાઉ બાઇક લઇને ઉભો હોવાની બાતમી ગાંધીગ્રામના કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા અને અજયભાઇ ચાવડાને મળતાં તેને પકડી લઇ રૂ. ૨૦ હજારનું બાઇક કબ્જે લેવાયું હતું. આ બાઇક અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરવામાં આવતાં આ વાહનના નંબર જજે૦૩ઇએસ-૧૫૯૧ હોવાનું અને આ વાહનની ચોરી પ્ર.નગર પોલીસ સ્ટેશનની હદમાંથી વર્ષ ૨૦૧૬માં ચ થયાનું  ખુલતાં પકડાયેલા શખ્સને પ્ર.નગર પોલીસને સોંપાયો હતો. એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ. વ. સોમૈયા, શિવભદ્રસિંહ અને અજયભાઇએ આ કામગીરી કરી હતી.

(11:09 am IST)