Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રૈયાધારમાં યુવાનને મારમારી બાઇક સળગાવી લૂંટ ચલાવનારા ૩ ઝડપાયા

હીતેષ ઉર્ફે લાલો, રવી ઉર્ફે ચીકુ અને અરવિંદ ઉર્ફે ડબરાની ધરપકડ

રાજકોટ તા.૮: રૈયાધારમાં રહેતા દલીત યુવાનને 'તે કેમ મારા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે' કહી ચાર શખ્સોએ ઝઘડો કરી તેને માર મારી બાઇક સળગાવી રૂ.૨૦ હજારની લૂંટ ચલાવવાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે ત્રણ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ.આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી પીએસઆઇ બી.જી ડાંગર તથા હેડ કોન્સ હરેશભાઇ, રાજેશભાઇ,નાગદાનભાઇ, હરપાલસિંહ,કૃપાલસિંહ, મહિપાલસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, નિર્મળસિંહ, બળભદ્રસિંહ, રવિવભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે રૈયાધાર મફતિયા પરામાં રહેતા હિતેષ ઉર્ફે લાલો લક્ષ્મણભાઇ પારધી, રવી ઉર્ફે ચીકુ ડાયાભાઇ જાદવ અને અરવિંદ ઉર્ફે ડબરો રાજુભાઇ મુછડીયાને પકડી લીધા હતા. જ્યારે ધોધી વજુભાઇ નામના શખ્સની શોધખોળ આદરી છે. પકડાયેલા ત્રણેય શખ્સોએ ગત તા.૧૬/૧૦ના રોજ રૈયાધાર મફતીયાપરામાં રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ જયંતીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧)ને તે કામ મારા, વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે કહી ચારેય શખ્સોએ ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જીતુભાઇનું બાઇક સળગાવી રૂ.૨૦ હજારની લૂંટ ચલાવી હતી.

(4:00 pm IST)