Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટની એઇમ્સ ભૂકંપ પ્રુફ બનશેઃ ફેબ્રુ-માર્ચમાં નરેન્દ્રભાઇના હસ્તે ભૂમીપૂજન : જૂન-ર૦રર સુધીમાં આખો પ્રોજેકટ પૂરો કરાશે

૧૦ કંપનીમાંથી ૧નું ટેન્ડર મંજૂરઃ સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રકારનું ૭ માળનું બીલ્ડીંગ બનાવાશે... : સાધનો-સીવીલ વર્ક-લાઇટ-ફર્નીચર પાછળ કૂલ ૧ર૦૦ કરોડનો ખર્ચઃ અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન નખાશે

રાજકોટ તા. ૮: રાજકોટની ભાગોળે ખંઢેરી નજીક બનનાર એઇમ્સ અંગે ગાંધીનગર ખાતે મહત્વની મીટીંગ બે દિ' પહેલા મળી હતી, તેમાં રાજકોટ કલેકટર વતી રૂરલ પ્રાંતશ્રી ઓમપ્રકાશ પણ હાજર રહ્યા હતા.

આજે પત્રકારોને વિગતો આપતા રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશે ઉમેર્યું હતું કે, એઇમ્સનો આખો પ્રોજેકટ જૂન-ર૦રર સુધીમાં પૂરો કરી દેવાશે, આ સંદર્ભે ર૦ર૦ના ફેબ્રુઆરી-માર્ચમાં વડાપ્રધાનના હસ્તે ભૂમીપૂજન અંગેની શકયતા છે.

તેમણે જણાવેલ કે આખું ૭ માળનું બીલ્ડીંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રકારનું બનશે, તે અંગેના ધોરણો પણ  ફાઇનલ કરાયા છે, બીલ્ડીંગને ગ્રીન-સોલાર-ઝીરો ડીસ્ચાર્જ લેવલનું બનાવાશે.

એઇમ્સ માટે સાધનો-સિવીલ વર્ક-લાઇટ-ફર્નીચર પાછળ ૧ર૯૦ કરોડ ખર્ચાશે.

વીજ પાવર અંગે પહેલા ૬૬ કે.વી.ની લાઇન શીફટની બાબત હતી, પરંતુ હવે શીફટીંગને બદલે એઇમ્સની બાઉન્ડ્રી ફરતે અન્ડરગ્રાઉન્ડ લાઇન નખાશે. તે ઉપરાંત ખંઢેરીનું તળાવ બાજુમાં જ હોય ત્યાં બ્યુટીફિકેશન કરવા, પવનની ગતિ વધુ હોય સૌથી ઉપરના માળે નેચરલ વેન્ટીલેશન મુકવા અને રાજકોટ ભૂકંપ-ઝોન-૩ માં આવતું હોય આખું બિલ્ડીંગ ભૂકંપપ્રુફ બનાવવા અંગે પણ સુચના અપાઇ છે, એઇમ્સ માટે ૧૦ કંપનીએ ટેન્ડર ભર્યા હતા, ૮ ને એપ્રુવલ આપી છે, ૧ને કામ પણ સોંપી દેવાયું છે.

(3:31 pm IST)