Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આજથી કોરોના વેકસીન વોર્ડ ઓફિસેથી આપવાનુ શરૃઃ બપોર સુધીમાં ૩૪૬૮નું રસીકરણ

રાજકોટ, તા. ૮ :. મ.ન.પા. દ્વારા શહેરમાં કોરોના વેકસીનેશનનો ૧૦૦ ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા આજથી વોર્ડ ઓફિસોમાં પણ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે. જેના કારણે આજે બપોર સુધીમાં કુલ ૩૪૬૮ નાગરીકોનું રસીકરણ થયુ હતું.

શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન અંતર્ગત આજે શહેરમાં ૨૯ સ્થળોએ કોવીશીલ્ડ રસી તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેકસીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ ખાતે કોવીશીલ્ડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જે નાગરીકોએ કોવેકસીન રસી લીધાના ૨૮ દિવસ થઈ ગયા હોય તેવા નાગરીકો કોવેકસીન રસીનો બીજો ડોઝ લઈ શકશે તેમજ નાગરીકોએ કોવીશીલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઈ ગયા હોય તેવા નાગરીકો કોવીશીલ્ડ રસીનો બીજો ડોઝ લઈ શકશે.

(3:58 pm IST)