Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સરગમી પ્રતીક ગરબા મહોત્સવનો પ્રારંભઃ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટઃ સરગમ કલબ દ્વારા રાજય સરકારે આપેલી મંજૂરીને આધીન રહીને પ્રતીક નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યુ છે. ગઈરાત્રે પહેલા નોરતે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે માતાજીની આરતી દ્વારા આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંપાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, આર.કે. યુનિવર્સિટીના ખોડીદાસ પટેલ, શિવલાલ રામાણી, રાજભા ગોહેલ વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. માત્ર બહેનો માટે યોજાયેલા રસોત્સવમાં વેલડ્રેસ અને શ્રેષ્ઠ પરફોર્મન્સ અને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. વેલ ડ્રેસનું ઈનામ અલકા ધામેલીયાને અને શ્રેષ્ઠ પરફોર્મન્સનું ઈનામ રેખાબેન રાઠોડ અને નીતાબેન પરસાણાને મળ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ, મૌલેશભાઈ પટેલ, મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલિયા, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)