Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

બાંગ્લાદેશમાં જાદુ પાથરશે કાઠીયાવાડના જાદુગર સુનિલ ચુડાસમા

અકિલા કાર્યાલય ખાતે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનાં આશીર્વાદ મેળવી રહેલા સુરેન્દ્રનગરનાં જાદુગર સુનિલ ચુડાસમા.

રાજકોટ, તા., ૮: ભારતમાં અત્યારે જાદુકલા લુપ્ત થવાને આરે છે. હાલ હવે મોબાઇલના જમાનામાં હવે હુન્નર અસ્ત થતો હોય તેમ લાગે છે. ત્યારે વિશ્વમાં આજે જાદુકલામાં ભારતનું નામ રોશન કરવા સુરેન્દ્રનગરના યુવા કલાકાર સુનિલ ચુડાસમા હવે બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશમાં યોજાનાર ઇન્ટરનેશનલ મેજીક કન્વેન્શન યોજાનાર છે. તારીખ ૧૭,૧૮ અને ૧૯ ઓકટોબરના ત્રણ દિવસ મેજીક કન્વેન્શન યોજાશે જેમાં અમેરીકા લંડન, આફ્રિકા, કેન્યા શ્રીલંકાના નામાંકિત મેજીસીયન કન્વેન્શનમાં ભાગ લેશે. તેમાં ગુજરાતના સમ્સ મેજીસીયનનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ કન્વેન્શનમાં મેજીક ડેમોટ્રેસન, મેજીક લેકચર, પ્રેઝન્ટેશન એન્ડ શો મેનશોપ, સ્ટેન ક્રાફટ, સ્ટેજ ઇફેકટ વગેરે બાબત પર ચર્ચા કરવામાં આવશે. જેમાં સમ્સ મેજીસીયન દ્વારા આ ઇન્ટરનેશનલ સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે સાથે સ્ટેજ પર પોતાનો પ્રોગ્રામ રજુ કરવામાં આવશે. તમામ કાર્યક્રમ બાંગ્લઇાદેશ મેજીક એસોસીએશન દ્વારા સંચાલન કરવામાં આવશે જેમાં ખાસ એક મેજીક ટોક યોજાશે.

ત્યારબાદ તા. ૧૮ ના રોજ મેજીક ડેમોટ્રેસન, મેજીક લેકચર, પ્રેઝન્ટેશન એન્ડ શો મેનશોપ રજૂ કરશે જેમાં હાલમાં ન્યુ મેજીક જે આવ્યા હોય તેની માહિતી આપવામાં આવશે મેજીક કઇ રીતે સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકાય તેની માહિતી આપવામાં આવશે. તા. ૧૯ ના રોજ સ્ટેજ ક્રાફટ, સ્ટેજ ઇફેકટ અને કોમ્પિટીશન યોજાશે. જેમાં સ્ટેજને કઇ કઇ રીતે સારી ઇફેકટ આપી લોકોને સ્ટેજ પ્રત્યે આકર્ષિત કરી શકાય. એ સાથે જ ૧૯ના રોજ ઇન્ટરનેશનલ કક્ષાની મેજીક કોમ્પિટીશન યોજશે. જેમાં ગ્રેડ આપી સન્માન કરવામાં આવશે. વિજેતાને મોમેન્ટો, પ્રમાણ પત્ર, મેડલ અને ગિફટ આપવામાં આવશે, જેમાં સમ્સ મેજીસીયન દ્વારા એક અદ્ભુત સરપ્રાઇઝ મેજીક રજૂ કરવામાં આવશે. સમસ્ત કાર્યક્રમ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાશે. આ આમ સુરેન્દ્રનગરનો આ પ્રથમ મેજીસીયન વિદેશની ધરતી પર જઇને આંતરરાષ્ટ્રીય લેવલે સુરેન્દ્રનગરનું નામ રોશન કરશે. જાદૂગરો અને તેમના મિત્રો સ્નેહીથી શુભકામનાનો વરસાદ થવા પામેલ છે.

(4:01 pm IST)