Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે 'સ્પંદન રાસોત્સવ'

૧૫૦ ફુટ રીંગ રોડ અમીન માર્ગના ખુણે આયોજન : એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સીસ્ટમ : ચાર હજાર ખેલૈયા ઘુમશે

રાજકોટ તા. ૮ : ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા છેલ્લા છએક વર્ષથી બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ કાલે તા. ૯ ના બુધવારે સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ અમીન માર્ગ કોર્નર, ૧૫૦ ફુટ રીંગ રોડ, જેડ બ્લયુ શોરૂમની સામે યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે આ એક દિવસીય આયોજનમાં ચુંવાળીયા કોળી સમાજના ભાઇ બહેનો પારીવારીક માહોલમાં રાસોત્સવ માણી શકશે.

આ રાસોત્સવના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, સૌ.કચ્છ ચુ.કો. પ્રમુખ દિનેશભાઇ મકવાણા, ગુજરાત રાજય ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ વીરજીભાઇ સનુરા, ૭ ન્યુઝ ચેનલના મેનેજીંડ ડાયરેકટર ડી. કે. ત્રિવેદી, શાસકપક્ષ પૂર્વ નેતા બાબુભાઇ ઉઘરેજા, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ટ્રસ્ટી નટુભાઇ કુંવરીયા, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ગુજરાતના ઉપપ્રમુખ મનસુખભાઇ ધામેચા, રવિ ઇન્ડસ્ટ્રીઝ જાખેલીયાના ગોરધનભાઇ સમાજ આગેવાન વિજયભાઇ મેથાણીયા, રાજાવીર ઇન્ડસ્ટ્રીઝવાળા ધર્મેશભાઇ જંજવાડીયા, ચુંવાળીયા કોળી સમાજ ગુજરાતના મહામંત્રી છોટુભાઇ પરસોંડા શહેર પોલીસ કમિશ્નરશ્રી તેમજ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા એડવોકેટ હરસેશભાઇ પરસોંડા, ભરતભાઇ પંચાસરા, દિપકભાઇ માનસુરીયા, આશિષભાઇ ડાભી, જીતુભાઇ વઢરકીયા, વિજયભાઇ મેથાણીયા, દેવાભાઇ કોરડીયા, ચેતનભાઇ મારસુણીયા, નિલેશભાઇ ડેડાણીયા, ભરતભાઇ બાળોન્દ્રા તેમજ સ્પંદન રાસોત્સવ સમિતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:27 pm IST)