Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

એસટી વર્કશોપ પાછળ ડમ્પર અને બાઇકના અકસ્માતમાં ચેનલના રિપોર્ટર ગોૈરવરાજસિંહ ગોહિલને ગંભીર ઇજા

વહેલી સવારે બનાવઃ બપોર સુધી અજાણ્યા યુવાન તરીકે સારવાર લીધીઃ બપોરે સાથી કર્મચારીઓને જાણ થઇ

રાજકોટઃ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે વહેલી સવારે ડમ્પર અને બાઇકના અકસ્માતમાં બાઇક ચાલક ચેનલના રિપોર્ટર ગોૈરવરાજસિંહ ગોહિલને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહેલી સવારે અકસ્માત સ્થળે ડમ્પર ઉંધુ પડેલુ જોવા મળ્યું હતું અને બાઇકમાં પણ ભારે નુકસાન થયેલુ જણાયું હતું. કોઇએ ૧૦૮ને જાણ કરતાં ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તે ભાનમાં ન હોઇ અજાણ્યા યુવાન તરીકે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવાન ચેનલના રિપોર્ટર ગોૈરવરાજસિંહ હોવાની બપોરે સાથી કર્મચારીઓને ખબર પડી હતી. અકસ્માત કઇ રીતે સર્જાયો તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. મોડી રાતે ગોૈરવરાજસિંહ રેસકોર્ષ ખાતેના દાંડીયા રાસના આયોજનમાંથી ઘરે જવા નીકળ્યા હતાં એ પછી એસટી વર્કશોપ પાસે અકસ્માત નડ્યો હતો. તસ્વીરમાં ઉંધુ વળેલુ ડમ્પર અને બાઇક તથા ઇજાગ્રસ્ત ગોૈરવરાજસિંહ જોઇ શકાય છે.

(3:22 pm IST)