Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પાયલ મેટરનીટી હોમનો શુભારંભ

જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ ફિટલ મેડીસીન અને જીનેટીક કાઉન્સેલીંગ સેન્ટરની નવી સુવિધાઓ ઉપલબ્ધ

રાજકોટ તા.૮: તબીબી ક્ષેત્રે દરરોજ સંશોધનો થઇ રહ્યા છે અને દર્દીઓને સુવિધાઓ મળી રહી છે. ત્યારે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ , રૈયા સર્ર્કલ પાસે , ફર્સ્ટ ફલોર, વેસ્ટ ગેઇટ  ખાતે તા. ૬-૧૦-૧૯ના રવિવારે પાયલ મેટરનીટીનો નવા સ્થળે સુવિધામાં વધારો થયો છે.

જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ, ફિટલ મેડીસીન ડિપાર્ટમેન્ટ તથા જીનેટીક કાઉન્સેલીંગ સેન્ટરની નવી સુવિધાઓ  અને વધુ આધુનિક સુવિધાઓનો  ઉમેરો કરીને નવા સ્થળે પ્રસ્થાન થયુ છે.

પાયલ હોસ્પિટલની સફર ૧૯૯૮માં જામકંડોરણા થી થઇ હતી. ૨૦૧૩ થી રાજકોટમાં સેવા આપે છે. અત્યાર સુધીમાં ૨૫૦૦૦ બાળકોની સફળ ડિલીવરી કરાવી છે. ૧૫ હજારથી વધુ સફળ સર્જરી કરી ચુકયા છે.

પાયલ હોસ્પિટલમાં ડો. સંજય દેસાઇ (એમ.ડી ગાયનેક) ડો. પ્રતિક્ષા દેસાઇ (એમ.ડી.ગાયનેક-આયુર્વેદ) ,ડો. અમિત  અકબરી (એમ.એસ. ઓબ્સ એન્ડ ગાયનેક) અને ડો. સ્વસ્તિક સાંખલા (એમ.એસ. જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન) સહિતની તબીબોની ટીમ કાર્યરત છે.

પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મોર્ડન સર્જીકલ સાધનો લકઝરીયસ સ્ટ્રકચર, વેલ ઈકિવટડ લેબર રૂમ અને મોડર્ન સાધનોથી  સજ્જ ઓપરેશન થિયેટરની સુવિધા પણ છે. કાર્યદક્ષ અને શિસ્તબધ્ધ સ્ટાફ, ઉત્તમ સેવા આપવા માટે હંમેશા તત્પર રહે છે. ડેડીકેટેડ ડોકટરની ટીમ દ્વારા તમામમ દર્દીઓના વ્યકિતગત સંભાળ લેવામાં આવે છે. વ્યાજબી ભાવે  આ દર્દીઓને સારવાર મળી રહે તે પાયલ મેટરનીટી હોસ્પિટલનો ખાસ ઉદ્દેશ છે.

અત્યાર સુધીમાં લાખો દર્દીઓને કન્સલટીંગ આપી ચુકયા છે.

નવી સુવિધાઓ સાથે પાયલ મેટરનિટી હોસ્પિટલે નવા સ્થળે પ્રયાણ કર્યુ છે. જેમાં લેપ્રોસ્કોપીક સર્જરી, ફીટલ મેડિસીન ડિપાર્ટમેન્ટ અને જીનેટિક કાઉન્સેલીંગ સેન્ટર , એડવાન્સ ગાયનેકોલોજી, એડવાન્સ સર્જીકલ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

વધુ વિગત માટે મેટરનિટી હોસ્પિટલ, વેસ્ટ ગેટ, પહેલો માળ, રૈયા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મો. ૮૯૦૫૧ ૫૦૬૦૬, અથવા ૮૪૬૦૦ ૪૪૫૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:21 pm IST)