Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કનૈયાનંદ રાસોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ : ખેલૈયાઓ ખૂબ ઝુમ્યા

ફાઈનલમાં વિજેતા ૩૦ બાળકોને આકર્ષક ઈનામો : અન્ય ખેલૈયાઓને પણ આશ્વાસન ઈનામ

રાજકોટ : સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા આયોજિત કનૈયા નંદોત્સવની રંગેચંગે પૂર્ણાહુતિ થઇ હતી. ગઈકાલે ફાઇનલ કોન્ટેસ્ટમાં આવેલા ૩૦ બાળકોને પાંચ હજાર રૂ.પિયા જેટલી રકમ ના ઇનામો આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ જે વિજેતા ન થયા તે તમામ બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. કનૈયાનંદ રાસોત્સવમાં ૬૦૦ જેટલા બાળકો ગરબે રમ્યા હતા અને છેલ્લા દિવસે આ તમામ બાળકોને નાસ્તો અને કોલ્ડ્રીંક આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવના અંતિમ દિવસે બાળ ખેલૈયાઓને રમતા નિહાળવા માટે  ખોદીદાસભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ મેરજા, પીયુશભાઇ શાહ,  પરેશભાઈ પોપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ રાસોત્સવ માટે ડબલ સેવન ગ્રીન મસાલા, એન્જલ પંપ, બાન લેબ, વડાલીયા ફુડ્સ વગેરેનો સહકાર મળ્યો હતો. ગુણવંતભાઈ ડેલાવાળા એ આ તમામ સહયોગીઓ નો આભાર માન્યો છે. આ ઉપરાંત નાગર બોર્ડિંગના ડો.હેમાંગ વસાવડા, મ્યુઝિકલ ફ્લાવર્સ ના મન્સુર ભાઈ ત્રિવેદી, પરમાર કિશોર મંડપ સર્વિસ, સાઉન્ડ સિસ્ટમ વાળા કલાણાનો સહયોગ મળેલ.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઇ ધંધુકિયા, દીપકભાઈ શાહ, કિરીટભાઈ આડેસરા, કનૈયાલાલ, ઉપરાંત લેડીઝ કલબના જયશ્રીબેન રાવલ, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, છાયાબેન દવે, જયશ્રીબેન મહેતા, વૈશાલી શાહ,ભાવનાબેન ધનેશા અને જસુમતીબેન વસાણી વગેરે જહેમત ઉઠાવી હતી.

(1:05 pm IST)