Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પત્રકાર સોસાયટીમાં પેવિંગ બ્‍લોકના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર દ્વારા વિસ્‍તારના જુદા જુદા લોક ઉપયોગી કામો મંજુર કરાવી આપવામાં આવે છે. તેનાજ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં આવેલ પત્રકાર સોસાયટીમાં સાઈડના પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાનું ખાતમુહુર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્‍તે કરાયું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકોર, સોફીયાબેન દલ, શિક્ષણ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૦૨ના પ્રભારી નરેન્‍દ્રસિંહ ઠાકુર, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્‍દ્રભાઈ મિરાણી, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, મહિલા મોરચા વોર્ડ નં.૦૨ના પ્રમુખ દીપાબેન કાચા, મહામંત્રી દેવ્‍યાનીબેન, ધારાબેન વૈશ્નાવ, સીમીબેન, હર્ષિદાબા અને સોનીબેન, જે.ડી. ઉપાધ્‍યાય, રાજુભાઈ લાખાણી, સુરેશભાઈ પરમાર, ભરતભાઈ કાઠી, રાજનભાઈ સિંધવ, પંકજભાઈ જોષી, પત્રકાર સોસાયટીના જવલંતભાઈ છાયા, કિશોરભાઈ ગોહેલ, દિવ્‍યાબેન છાયા, જયોતિબેન છાયા, કાનન છાયા, ખદીજા હુસેન પટેલ, જલ્‍પાબેન છાયા, અસરફઅલ્લી નજરઅલ્લી પટેલ, સરદાર બાગસિંદ્ય, વિગેરે બહોળી સંખ્‍યામાં લત્તાવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:37 pm IST)