Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મારી ઘરવાળી પીલાવી પીલાવીને મારવાની ધમકી આપે છે...ચિઠ્ઠી લખી દિનેશભાઇ બાટવીયાએ ઝેર ગટગટાવ્યું

ઘરેથી નીકળી બાઇક પર બેડી પાસે પહોંચી ઝેર પીધા બાદ સુરત રહેતાં ભાઇને ફોન કર્યોઃ બચત એજન્ટ તરીકે કામ કરતાં પ્રોૈઢ ભાઇના ઘરે જમવા જતાં ડખ્ખો થયો

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ પર ડી માર્ટ સામે સદ્દગુરૂ ટાવરના ચોથા માળે રહેતાં અને પોસ્ટ બચત તથા એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતાં દિનેશભાઇ મનુભાઇ બાટવીયા (ઉ.૫૧) નામના પ્રોૈઢે ઘરેથી બાઇક પર મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે પહોંચી ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્નિ શોભનાબેનના ત્રાસથી પગલું ભર્યાનું તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.

દિનેશભાઇએ સવારે ઝેર પીધા બાદ   સુરત રહેતાં ભાઇને ફોન કરીને જાણ કરતાં તેણે રાજકોટ બીજા સગાને જાણ કરતાં દિનેશભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેણે પોતાની પત્નિની કનડગતથી કંટાળીને પગલું ભર્યાનું કહ્યું હતું. દિનેશભાઇ ત્રણ ભાઇમાં મોટા છે અને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેણે જણાવ્યું હતું કે પોતે ગઇકાલે સામે જ રહેતાં ભાઇના ઘરે જમવા જતાં પત્નિને ગમ્યું નહોતું અને માથાકુટ થઇ હતી. આજે સવારે પણ પત્નિએ ઝઘડો કરતાં પોતે કંટાળીને નીકળી ગયેલ અને ઝેરી દવા પી લીધી હતી.

દિનેશભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, 'મારી જિંદગી બરબાદ થઇ છે, મારી ઘરવાળી મને ધમકાવે છે, તને જીવવા નહિ દવ અને મરવાય નહિ દવ, પીલાવી પીલાવીને મારીશ...મારી પાછે હવે એક જ રસ્તો છે-સ્યુસાઇડ...લી. ડી. એન. બાટવીયા'.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ કુવાડવા જાણ કરતાં એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને વાલજીભાઇએ જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(4:21 pm IST)