Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બેંકોના મર્જરના વિરૂધ્ધમાં કાલે સાંજે BOB સામે દેખાવો

રાજકોટ તા ૮ : ભારત સરકારે દેનાબેંક, બરોડા બેંક, વિજયા બેંકના એકીકરણ જાહેર કરેલ છે. યુનિયન છેલ્લા ૨૫ વર્ષથી એનપી.એ. ની રીકવરી અને જાણી જોઇને બેંક લોન ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહેલ છે.

સરકારે નેશનલ કંપની લો  ટ્રીબ્યુનલની રચના કરી છે. માતબર કંપની આ ટ્રીબ્યુનલ સમક્ષ નાદારીની રજુઆત કરે છે અને બાકી લોનના ૩૦% થી ૪૦% માં  સમાધાન થાય છે. જાહેર જનતાના નાંણા આ રીતે ગપચાવવા માં આવે છે.

એકત્રીકરણથી ગુજરાતમાં દેના -બરોડાની શાખાઓ બંધ થશે, નવી નોકરીની તકો મૃતપાયઃ થઇ જશે. ગુજરાતના જુવાનોને બેકારી સામે એક બેંકની નોકરીની આશા હતી તે પણ છીનવાય જશે.

દેના બેંકના ચેરમેન એકત્રિકરણ ને ''લવ મેરેજ' કહે છે. હકીકતમાં સરકારે કર્મચારી સંગઠનોને ચર્ચા કર્ર્યા વગર એકત્રિકરણ જાહેર કરેલ છે.

એકત્રિકરણથી રીકવરીની કાર્યવાહી નબળી પડશે, ગામડાઓમાં બેંકની શાખાઓ બંધ થશે અને ગ્રાહકોની બેંક પ્રત્યે ાનષ્ઠા ઉઠી જશે.

એકત્રિકરણનો વિરોધ કરવા અને સરકાર સંસદ સમક્ષ પ્રસ્તાવ લઇ જાય તે પહેલાં દેખાવો મારફત જનતાને જાગૃત કરવા તા. ૯/૧૦/૧૮ ના રોજ બેંક ઓફ બરોડા-પોસ્ટ ઓફીસ પાસે સાંજે ૫-૧૫ કલાકે દેખાવો યોજાશે તો ગુજરાત બેંક વર્કસ યુનિયનના મંત્રી કે.પી. અંતાણીએ યાદીના અંતે જણાવ્યું છે.

(4:19 pm IST)