Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

છેલ્લા એક વર્ષમાં ડામરના કેટલા થીગડા માર્યા અને હાલત શું છે ? અહેવાલ માંગતા કમિશનર

ગેરંટી પીરીયડવાળા કામો કોન્‍ટ્રાકટરના ખર્ચે, બાકીની મરામત માટે કોર્પોરેશન વર્ષે ૬ થી ૭ કરોડ ખર્ચે છે

રાજકોટ તા. ૮ : શહેરના મોટાભાગના રસ્‍તાઓની હાલત વરસાદના કારણે ખરાબ થઇ જતા મહાનગરપાલિકા દ્વારા મરામત શરૂ કરવામાં આવી છે. ગેરંટી પીરીયડવાળા રસ્‍તા પર પેચવર્ક કોન્‍ટ્રાકટરે કરવાનું હોય છે. બાકીના કામોમાં કોર્પોરેશન ખર્ચ કરે છે. રસ્‍તાની મરામત પાછળ કોર્પોરેશન વર્ષે રૂા. ૬ થી ૭ કરોડ ખર્ચે છે.

છેલ્લા એક વર્ષમાં શહેરમાં કયાં કેટલા ડામર પેચવર્ક થયા અને તેની હાલની સ્‍થિતિ  શું છે ? તેનો સર્વે કરી અહેવાલ આપવા મ્‍યુ.કમિશનરે સીટી ઇજનેરોને સૂચના આપી છે કમિશનર રસ્‍તા ખરાબ થવા બાબતે મૂળ સુધી જવા માંગે છે. પેચવર્ક બાબતે કદાચ પ્રથમ વખત જ સર્વે કરવાનો નિર્ણય થયો છે ખરાબ રસ્‍તાના કારણે લોકોને પરેશાની થાય છ.ે અને કોર્પોરેશનની પ્રતિષ્‍ઠાને હાની થાય છે.

(5:15 pm IST)