Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કપાસીયા તેલમાં ૧૫, પામોલીનમાં ૧૦ રૂા. ઘટયા : સીંગતેલમાં ૧૦ રૂાનો ઉછાળો

રાજકોટ,તા.  ૮ : ખાદ્યતેલોમાં કપાસીયા તેલ અને પામોલીન તેલમાં ઘટાડો જારી રહ્યો હતો જો કે સીંગતેલમાં ફરી ભાવવધારો થયો હતો.

સ્‍થાનીક બજારમાં આજે કપાસીયા તેલમાં વધુ ૧૫ રૂા. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૨૫ રૂા. હતા. તે ઘટીને આજે બપોરે ૧૨૧૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ ૨૨૫૫ની ૨૩૩૫ રૂા. હતા. તે ઘટીને ૨૨૪૦થી ૨૩૨૦ રૂા. થયા હતા. પામોલીન તેલના ૧૦ રૂા.ના ઘટાડા સાથે પામોલીન તેલ લુઝના ભાવ ૯૫૦ રૂા. હતા તે ઘટીને ૯૪૦ રૂા. અને પામોલીન તેલના ભાવ ૧૫૮૫ ની ૧૫૯૦ રૂા. હતા. તે ઘટીને ૧૫૭૫ થી ૧૫૮૦ રૂા. થયા હતા.

જો કે, સીંગતેલના ભાવો બે દિ' સ્‍થિર રહ્યા બાદ આજે ફરી વધ્‍યા હતા. કાચા માલની અછતના અહેવાલે સીંગતેલમાં ૧૦ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૬૧૫ થી ૧૬૪૦ રૂા. હતા. તે વધીને ૧૬૨૪ થી ૧૬૫૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૭૬૦ થી ૨૯૧૦ રૂા. હતા. તે વધીને ૨૭૭૦ થી ૨૮૨૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(4:59 pm IST)