Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગાંધીગ્રામની રાજદિપ સોસાયટીમાં ૪ દિ' પહેલા ફિનાઇલ પી લેનારી ૧૮ વર્ષની પ્રિયંકાનું મોત

રાજકોટ તા. ૮: ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી નજીક રાજદિપ સોસાયટીમાં રહેતી યુવતિએ ચાર દિવસ પહેલા ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે તેણીનું મોત નિપજ્‍યું હતું.

પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.૧૮) નામની યુવતિએ ચાર દિવસ પહેલા ઘરે ફિનાઇલ પી લેતાં સારવાર હેઠળ હતી. આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્રિયંકા એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્‍સ. હંસરાજભાઇ ઝાપડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનો કારણ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:58 pm IST)