Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

હોસ્‍પિટલ ચોક બ્રિજનું કામ પૂર્ણતાને આરેઃ વિવિધ પ્રોજેકટની મુલાકાત લેતા અરોરા

રાજકોટઃ  શહેરમાં ચાલી રહેલ કામગીરીની મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍થળ મુલાકાત કરી હતી જેમાં આજે તા. ૮નાં મ્‍યુનિ. કમિશનરે સિવિલ હોસ્‍પિટલ ટ્રાએંગલ બ્રિજ, ભગવતીપરામાં બની રહેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ અને વોર્ડ નં. ૪માં ૧૨મી. રોડ પર બ્રિજ બનાવવાના કામ અનુસંધાને સ્‍થળ મુલાકાત કરી હતી. સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે રૂ. ૧૦૯ કરોડનાં ખર્ચે બની રહેલ ટ્રાએંગલ બ્રિજની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે જેમાં ફાઈનલ ફીનીશીંગની કામગીરી ચાલી રહી છે.  ભગવતીપરા વિસ્‍તારમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલ બીલ્‍ડીંગ ૨૯૦૦૦ચો.મી. નાં પ્‍લોટ એરિયામાં રમત ગમતના મેદાન સાથે ૩૧૬૦ ચો.મી. બિલ્‍ડિંગ એરિયામાં કુલ ૨૫૨૦ ચો.મી.નાં બાંધકામમાં ૫૦ રૂમ તથા કેન્‍ટીન,બેડમિન્‍ટન કોર્ટ,વગેરે નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ આશરે ૧૯૦૦.૦૦ લાખ થવા જાય છે. આ વિસ્‍તારનાં આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણનો લાભ મળશે.  તેમજ વોર્ડ નં. ૪માં ટી.પી.-૩૧માં ૧૨મી. રોડ પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું જે અંદાજિત રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે બની રહેલ છે. બ્રિજની લંબાઈ ૬૦ મી. અને પહોળાઈ ૧૨ મી. રહેશે. આ બ્રિજ રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ વોંકળા પર બનાવવામાં આવશે. આ બ્રિજ બનવાથી રાજલક્ષ્મી સોસાયટી, ઓમ પાર્ક, ભગવતી પરા વિસ્‍તાર, અયોધ્‍યા પાર્ક, વેલનાથ પરા, રાધિકા પાર્ક, આર.ડી. રેસિડેન્‍સી, સોહમનગર, સિધ્‍ધી વિનાયક વિગેરે ૧૦ હજારથી વધુ રહેવાસીઓને લાભ થશે. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:46 pm IST)