Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

શનિવારે સવારે ૮ થી ૧૨ સુધી આપેલા બંધના એલાનને સમર્થન આપજોઃ કોંગ્રેસ

મોંઘવારી અને બેરોજગારી સામે : તમામ વ્‍યાપારી સંગઠનો, સંસ્‍થાઓને જોડાવવા ત્રિવેદી, અજુડીયા, સોરાણી, વાઘેલા, વસાવડા, ડાંગર, રાજપૂત, ભટ્ટી, મકવાણાની અપિલ

રાજકોટઃ આગામી તા.૧૦ના શનિવાર   સવારે ૮ થી ૧૨ વાગ્‍યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સાંકેતિક બંધના એલાનને સહયોગ આપવા અપીલ - ત્રિવેદી, અજુડિયા, સોરાણી, વાઘેલા, વસાવડા, ડાંગર, રાજપૂત, ભટ્ટી અને મકવાણા દ્વારા અપીલ કરાઈ છે.

છેલ્લાં આઠ વર્ષથી કેન્‍દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્‍યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે આવશ્‍યક ચીજવસ્‍તુઓ, પેટ્રોલ - ડીઝલ - રાંધણ ગેસના ભાવવધારાને કારણે પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્‍યંત અસંવેદનશીલ અને સરમુખત્‍યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.

જેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ સતત છેલ્લાં કેટલાંય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. ત્‍યારે ત્રિવેદી, અજુડિયા, સોરાણી, વાઘેલા, વસાવડા, ડાંગર, રાજપૂત, ભટ્ટી અને મકવાણા એ સંયુક્‍ત યાદી માં જણાવ્‍યું છે કે સરકારની પ્રજા વિરોધી નીતિ સામે આગામી તા.૧૦ના શનિવારના રોજ સવારે ૮ થી ૧૨ વાગ્‍યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સાંકેતિક બંધના એલાન શહેરની તમામ વ્‍યાપારી સસ્‍થાઓ, ચેમ્‍બર ઓફ કોમર્સ, તમામ દુકાનદારો, મેડીકલ એસોસિએશનો અને રાજકોટની જનતાએ સમર્થન આપવા વિનંતી કરાઈ હતી.

(4:43 pm IST)