Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભીસ્‍તીવાડમાં આશીફે વૃધ્‍ધ માતા-પિતાને ધોલધપાટ કરી

નશો કરી ઝઘડો કરતો હોઇ સમજાવતાં મારકુટ કર્યાનો આક્ષેપઃ બંનેને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૮: ભીસ્‍તીવાડમાં મોરબી હાઉસ પાસે રહેતાં અહેમદભાઇ જાનમહમદ ભાણુ (ઉ.૮૦) અને પત્‍નિ જુબેદાબેન અહેમદભાઇ ભાણુ (ઉ.૭૦)ને રાત્રે પુત્ર આશીફે ઢીકાપાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

અહેમદભાઇને સંતાનમાં ત્રણ દિકરી અને એક પુત્ર છે. દિકરી ફરીદાબેને માતા-પિતાને હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. તેણીએ કહ્યું હતું કે ભાઇ આશીફ જ્‍યારે પણ દારૂ પી જાય ત્‍યારે ખેલ કરે છે અને ગત રાતે પણ નશો કરી માથાકુટ કરતો હોઇ તેને માતા-પિતાએ સમજાવતાં મારકુટ કરી લીધી હતી.

(3:50 pm IST)