Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

એઇમ્‍સ ૨૦૨૩ના મે મહીનામાં સંપૂર્ણ તૈયાર : ડીસેમ્‍બરથી સંભવતઃ OPD

જાન્‍યુઆરી-૨૦૨૩ સુધીમાં ૫૦૦ બેડની નવી ઝનાના - ચાઇલ્‍ડ હોસ્‍પિટલ તૈયાર થશે : ધીમા કામ બદલ PIUને નોટીસ ફટકારાશે : એઇમ્‍સની કલેકટર બોલાવેલ રિવ્‍યુ મીટીંગમાં IPDની તારીખ નક્કી થશે : એક બ્‍લોક ટુંકમાં તૈયાર કરી લેવાશે : હાલ ૬૦ ટકા કામગીરી પૂર્ણ

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, આજે રાજકોટ એઇમ્‍સ અંગે ડાયરેકટરો - ડે.ડાયરેકટરો તથા અન્‍ય અધિકારીઓ સાથે કામગીરી પૂર્ણતા અંગે રિવ્‍યુ મીટીંગ રાખી છે, જેમાં સંભવતઃ ડીસેમ્‍બર-૨૦૨૨થી IPD શરૂ કરી દેવાય તેવી શક્‍યતા છે, મીટીંગમાં આ માટે તારીખ ફાઇનલ થઇ શકે છે, IPD માટે ટુંક સમયમાં જ એક બ્‍લોક બનાવી દેવાશે, કામ ઝડપી ચાલી રહ્યું છે.

તેમણે જણાવેલ કે, એઇમ્‍સનું ૬૦ ટકા કામ પૂર્ણ થયું છે, વીન્‍ડો - ફર્નીચરનું કામ ચાલુ છે, એઇમ્‍સ સંપૂર્ણ તૈયાર ૨૦૨૩ના મે મહિના આસપાસ થઇ જશે.

કલેકટરે જણાવેલ કે, ખંઢેરીથી એઇમ્‍સ સુધીનો સંપૂર્ણ રોડ અંગે આજની મીટીંગમાં નિર્ણય લેવાશે, જ્‍યારે ગ્રીન કોરીડોર અંગે હજુ વાર લાગશે.

રાજકોટમાં સિવિલ હોસ્‍પિટલની નજીક કરોડોના ખર્ચે ૧૦ માળની ૫૦૦ બેડની સુવિધા ધરાવતી વીમેન્‍સ - ચાઇલ્‍ડ માટેની અદ્યતન ઝનાના હોસ્‍પિટલ બની રહી છે, તે અંગે કલેકટરે જણાવેલ કે, આ હોસ્‍પિટલ જાન્‍યુઆરી-૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઇ જશે, તાજેતરમાં જ તેની વીઝીટ લેવાઇ હતી, કામ થોડું ધીમુ ચાલી રહ્યું હોય આ બાબતે પીઆઇયુને નોટીસ આપી ખુલાસો પૂછી રહ્યા છીએ, સંભવતઃ આવતા અઠવાડિયે ફરી વીઝીટ કરી નોટીસ અંગે કાર્યવાહી થશે. કલેકટરે જણાવેલ કે, ઝનાના હોસ્‍પિટલ બની રહી છે, ત્‍યાં માલ સામાન માટે ની એન્‍જીનિયરીંગ લીફટ જ નથી બનાવી તે એક મોટું નબળુ પાસુ છે, આ અંગે PIUની ટીમનો ખુલાસો પણ પૂછાયો છે.

(3:32 pm IST)