Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કાગદડી પાસે બાઇક સ્‍લીપ થતા રામળીયા ગામના દિનેશનું મોત

બુધવારની રજા હોય, યુવાન નાકરાવાડી મેળામાં આવ્‍યો'તો

રાજકોટ,તા. ૮ : મોરબી રોડ પર કાગદડી ગામ પાસે બાઇક સ્‍લીપ થતા જસદણના રામલીયા ગામના યુવાનનું મોત નિપજતા પીરવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ રામળીયા ગામમાં રહેતો દિનેશ ગોરધનભાઇ સીતાપરા (ઉવ.૩૫) પરમ દિવસે પોતાનું બાઇક લઇને જતો હતો. ત્‍યારે કાગદડી ગામ પાસે બાઇક  સ્‍લીપ થતા દિનેશને માથા તથા શરીરે ઇજા થતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક દિનેશ ત્રણ ભાઇમાં વચેટ હતો. તે છેલ્લા બે વર્ષથી પીપળીયા ગામમાં તેના મોટાબાપુના દીકરા સાથે ભરતભાઇ કોળીની જમીન ભાગમાં વાવવા રાખી ત્‍યાં જ રહેતો હતો. ‘હું નાકરાવાડી મેળામાં છું ત્‍યાંથી આજે રજા હોય તમારા ઘરે આવીશ.' તેમ પોતાના મોટાબાપુ ધીરૂભાઇ અવસરભાઇ (રહે. વાછકપર બેડી)ને  ફોન કરીને કહ્યુ હતું પરિવારજનોએ તપાસ કરતા દીનેશ વાછકપર બેડી આવતો હતો. ત્‍યારે કોઇ વાહનને ઓવરટેક કરવા જતા બાઇક સ્‍લીપ થતા અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળ્‍યુ હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.જે.રાઠોડે કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)