Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રાજકોટ જિલ્લામાં કુલ ૬૬૬૫ લોકોનું કરાયું કોવિડ વેક્સીનેશન

રાજકોટ:આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે ૭૫ દિવસ સુધી મફત કોવિડ વેક્સીન બુસ્ટર ડોઝ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને નિ:શુલ્ક વેકસીન આપવામાં આવી રહી છે. તા.૬ સપ્ટેમ્બરના દિવસે સાંજ સુધીમાં બુસ્ટર ડોઝ તેમજ પહેલા કે બીજા ડોઝ મળીને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૧૮૭૭ તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૪૭૮૮ લોકોએ વેક્સીનનો ડોઝ લીધો હતો. આમ, આ દિવસે રાજકોટ જિલ્લામાં કુલ ૬૬૬૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે

(12:53 am IST)