Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ક્રિએટ ઈન્ડિયા એઙનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ

એડવર્ટાઈઝીંગ, ડિઝાઈનીંગ અને પ્રિન્ટીંગ સર્વિસથી લોકોના દિલ જીતી લીધા : નિર્ભય જોષી - પ્રશાંત જોષી - મૌલિક જોષી

રાજકોટ : ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એક કંપની બની ગયેલ ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝીંગએ બિઝનેસરૂપી સ્ટેડીયમમાં મંદીના બોલને બાઉન્ડ્રીબાર ફટકારી ૫ વર્ષ પૂર્ણ કરી ૬ વર્ષમાં સફળતાપૂર્વક મંગલ પ્રવેશ કર્યો છે. એડવર્ટાઈઝીંગ શબ્દનો પર્યા બની ગયેલા ક્રિએટ ઈન્ડિયા એઙના સ્વપ્નદૃષ્ટા પ્રશાંત જોષી અને મૌલિક જોષીએ નાની ઉંમરમાં એક નાનકડા સાહસ સાથે શરૂ કરેલી એઙ કંપની આજે ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં પણ પોતાની એડવર્ટાઈઝીંગ, ડિઝાઈનીંગ અને પ્રીન્ટીંગની સર્વિસ દ્વારા હજારો લોકોના દિલ જીતી લીધા છે.

ક્રિએટ ઈન્ડિયા એઙના સલાહકાર, માર્ગદર્શક નિર્ભય જોષીની દીર્ઘદૃષ્ટિ તેમજ પ્રશાંત જોષી અને મૌલિક જોષીની સર્જનાત્મક, પ્રબળ મેનેજમેન્ટ કસ્ટમરને વધુ આપવાની લાગણી થકી જ ક્રિએટ ઈન્ડિયા એઙ આટલા ટૂંકા સમયમાં સફળતા તરફ હરણફાળ ભરી શકયુ છે.

વિજ્ઞાપનના વધતા જતાં મહત્વની સાથે એઙનું સ્વરૂપ ભાષા, ડિઝાઈનીંગ, ઈફેકટ અને આકર્ષણ હોય છે. ફકત એટલે જ ક્રિએટ ઈન્ડિયા પોતાની ગુણવત્તા થકી વ્યાપાર - વ્યવસાયિક અને ગ્રાહકોના એક વિશાળ સમૂહમાં ચાહના પામી એક વિશિષ્ટ દરજ્જો મેળવ્યો છે.

ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝીંગની શરૂઆતથી જ કંઈક ને કંઈક ઈનોવેટીવ એકટીવીટી દ્વારા વ્યવસાયિકો અને કંપનીઓને આગળ વધવામાં મદદ કરાતી હોય છે. જેમાં બિઝનેસ કન્સલ્ટેશન, બિઝનેસ સેમીનાર, ગ્રાફીકસ ડિઝાઈન કેમ્પ જેવી નાવીન્યસભર પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

માત્ર ધંધા, વ્યવસાય જ નહિં પરંતુ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવામાં પણ ક્રિએટ ઈન્ડિયા હંમેશા અગ્રેસર હોય છે. તેમની માનવસેવાની પ્રવૃતિઓમાં ફૂડ પેકેટ વિતરણ, ચપ્પલ વિતરણ, ધાબળા વિતરણ, સર્જીકલ સાધનો વિતરણ જેવી અનેક લોકઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

ક્રિએટ ઈન્ડિયા એડવર્ટાઈઝીંગની કાર્યપ્રણાલી, બદલતા સમયની સાથે કદમ મિલાવવા ઉપરાંત તેને ઉત્કૃષ્ટરૂપે પ્રસિદ્ધિ આપીને સફળતાની ક્ષીતીજો ઓળંગી રહ્યા છે. જે આજે ૫મા વર્ષમાં પ્રારંભે તેની સફળતાનો યશ અને શ્રેય તેમા સહભાગી થયેલા તમામના ફાળે પ્રદાન કરે છે. વધુ માહિતી માટે ક્રિએટ ઈન્ડિયા કસ્ટમર કેર ૭૨૧૧૧ ૨૧૧૨૧, ૮૧૫૪૦ ૦૦૭૮૭ અને ૦૨૮૧ - ૨૪૬૪૧૨૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

(3:33 pm IST)