Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

લોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા રેલનગરના મનોજ નાગપાલનો આપઘાત

યુવાને પોપટપરામાં બહેનના ઘરે સામાન ફેરવવા ગયો ત્યારે ત્યાં પગલુ ભરી લીધું: સ્વામિનારાયણ ચોકમાં ઇમિટેશન-કટલેરીનું કામ કરતો હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: રેલનગરમાં રહેતાં મનોજ શોભરાજભાઇ નાગપાલ (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે સાડા આઠેક વાગ્યે પોપટપરા-૬માં તેના બહેન મંજુલાબેનના ઘરે લોખંડના એંગલના ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મનજને બેભાન હાલતમાં તેના બહેન-બનેવી સહિતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મનોજભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેના પત્નિનું નામ સિમરન છે. તે સ્વામિનારાયણ ચોકમાં કટલેરી અને ઇમિટેશનની દૂકાનમાં બેસી કામ કરતો હતો. લોકડાઉનમાં ધંધો મંદ પડી જતાં તે આર્થિક ભીંસમાં મુકાઇ ગયો હતો. આ કારણે પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

ગઇકાલે તેના બહેનના ઘરે મકાનનો સામાન ફેરવવાનો હોઇ પોતે ત્યાં ગયો હતો. બહેન રિક્ષા બોલાવવા ગઇ એ દરમિયાન તેણે આ પગલુ ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:26 pm IST)