Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મલ-મંગલ સોસાયટીમાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત

કાલાવડ રોડ પર જયોતીનગર પાછળ આવેલ મલ-મંગલ કો-ઓપરેટીવ સોસાયટીમાં પાણીની પાઇપ લાઇનનું ખાતુમુહર્તુ મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મલ મંગલ સોસાયટીના પ્રમુખ દિપકભાઇ મકવાણા  તેમજ બેચરભાઇ સોલંકી, વોર્ડ નં. ૪ ના પ્રભારી જમનાદાસ વીસટીયા, સ્થાનીક અગ્રણી અને એડવોકેટ જયસુખભાઇ બારોટ, મગનભાઇ સોલંકી, વીરજીભાઇ સોલંકી, કીરીટભાઇ વાઢેર, પ્રેમજીભાઇ પરમાર, નરેશ મનજીભાઇ ઝાલા, નંદુબેન મકવાણા, દિનેશભાઇ સોલંકી, સંજયભાઇ પરમાર, માધવભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)