Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મ.ન.પા. દ્વારા કોરોનાની જનજાગૃતિ અર્થે વોર્ડ નં.૧૧ની વિવિધ સોસાયટી સાથે મીટીંગ યોજાઇ

રાજકોટઃ શહેરનાં નાનામોવા આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ નં. ૧૧ ના વિવિધ સોસાયટીઓમાં પ્રતિનિધીઓ સાથે મ્યુ.કોર્પોરેશન દ્વારા મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગનો મુખ્ય હેતુ કોરોના અંગે જનજાગૃતિ અને સ્વ-સુરાક્ષા આવે એવો હતો. આ મિટિંગમાં અંદાજે ગોલ ટ્રાયો ,સાનીધ્ય ગ્રીન,ક્રીષ્ના એપાર્ટમેન્ટ, ઓસમ એપાર્ટમેન્ટ, તુલસી એપાર્ટમેન્ટ, શ્રી દર્શન એપાર્ટમેન્ટ, ઓમ રેસીડેન્સી, તુલસીઅ, શિવમ પાર્ક, શાંતિવન નિવાસ, બ્લુબર્ડ એપાર્ટમેન્ટ, વલ્લભભાઈ સાકરીયા, વસંત વાટિકા,  બ્લુબર્ડ એપાર્ટમેન્ટ, કસ્તુરી એવીયરી, ઇસ્કોન હાઇટ, રિવેરા હોમ એપાર્ટમેન્ટ, કસ્તુરી કેસલ, શ્યામલ, શાંતિવન પરિસર, ગોલ કોઇન સહિતની સોસાયટીમાં પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં આવેલ તમામ પ્રતિનિધિને વોર્ડ ઓફિસર નીલેશભાઈ કાનાણીએ કોરોના સંદર્ભે જનજાગૃતિ કેળવવા અને કોરોના અંગેની પ્રાથમિક સમજણ આપી હતી.  ત્યારબાદ મેડીકલ ઓફિસર ડો. નીશીતાબેન તરફથી કોરોના બાબતે બાળકો અને વૃધ્ધોએ શું સાવચેતી રાખવી તેમજ ખાસ પલ્સ-ઓકસીમીટર અને ટેમ્પરેચર ગનના ઉપયોગ અંગે ડેમોસ્ટ્રેશન અને માહિતી આપી હતી. વિશેષમાં વોર્ડ પ્રભારી ભાવેશભાઇજોશીએ તમામને તેઓની સોસાયટીમાં pulse oximeter અને ટેમ્પરેચર ગન વસાવવા અને વધુ સુરક્ષિત જાતે જ થવા સમજણ આપેલ તેમજ આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર આવતા હોય વિશેષ તકેદારી રાખવા તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કર્યો હતો. સાનિધ્ય ગ્રીન, ઓમ રેસીડેન્સી અને શિવમ પાર્કના પ્રમુખશ્રીઓ તેમની સોસાયટીમાં pulse oximeter વસાવી ચેકીંગ ચાલુ કરાવી દીધા હતા, તેમને આ બદલ બિરદાવામાં આવ્યા હતા. તમામ પ્રમુખશ્રીઓને આ ચેકિંગ કાર્યવાહી ચાલુ કર્યા બાદ જો કોઇ વ્યકિતને લક્ષણો દેખાય તો તાત્કાલીક આરોગ્ય કેન્દ્રની સુવિધાનો લાભ લેવા વિનંતી કરી હતી. આ તકે સાનીધ્ય ગ્રીન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ ટીલવાએ તેમના દ્વારા પોતાના એપાર્ટમેન્ટ તથા ઇન્ડસ્ટ્રીમાં રાખવામાં આવેલ વિશેષ સાવચેતી અને લીધેલ સુરક્ષિત પગલા અંગે તમામ ઉપસ્થિત સોસાયટીના પ્રમુખશ્રીઓને પોતાના અનુભવ ઉપરથી માર્ગદર્શન આપ્યું હતું. તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતું.

(3:20 pm IST)