Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

રૂ.અઢી લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા આદેશ

રાજકોટ તા.૮: રાજકોટના વેપારી સામે રૂ.૨,૫૦,૦૦૦ અઢી લાખનો ચેક રીટર્ન થતાં રાજકોટની કોર્ટમાં ફરીયાદ થતા અદાલતે આરોપીને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી શીવાજીનગર-૧૨/૫નો ખુણો, દુધની ડેરી પાસે રહેતા સંજયભાઇ ગોરધનભાઇ કંબોયાએ રાધા મીરા સોસાયટી, નવા મોરબી રોડ ખાતે રહેતા દુષ્યંત ભારથી હર્ષદભારથી ગોસાઇ કે જેઓ મિત્ર હોય તેઓને ધંધાના કામ અર્થે રૂ.૨,૫૦,૦૦૦ની જુરરીયાત ઉભી થતાં કટકે-કટકે હાથ ઉછીના આપેલ. ત્યારબાદ આ કામના ફરીયાદીને પૈસાની જરૂરીયાત ઉભી થતાં આ કામના આરોપીએ ફરીયાદીને પોતાની બેંક ''રાજકોટ નાગરીક સહકારી બેંક'' બેડીપરા, રાજકોટ શાખાનો તા.૨૫-૬-૨૦૧૯ ના રોજનો ચેક તેમની સહી કરી તેમા વિગતો ભરી અને આપેલ. જે ચેક તા.૨૬-૬-૨૦૧૯ના રોજ ફંડ ઇનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ.

ત્યારબાદ ફરીયાદીએ પોતાા એડવોકેટ અમીત જનાણી મારફત લીગલ નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા પણ આરોપીએ નોટીસનો કોઇ જવાબ આપેલ નહી કે ફરીયાદીને તેની લેણી રકમ ચુકવેલ નહી. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ સમય મર્યાદામાં રાજકોટની કોર્ટમા ધી નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી દુષ્યંત ભારથી હર્ષદભારથી ગોસાઇ રહે-રાજકોટ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ.

આ કામમાં ફરીયાદી સંજય ગોરધનભાઇ કંબોયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન.જનાણી, કિશન વાલવા, વિજય જોશી, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(4:10 pm IST)