Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પેશકદમી કરેલ જમીનના પ્લોટનો ખાલી કબજો માલીકને સોંપી આપવા સિવીલ કોર્ટે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા ૮   :  પેશ કદમી કરેલ જમીનના પ્લોટનો ખાલી કબજો માલીકને સોંપી આપવા અંગે સીવીલ કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ છે.

આ દિવાની દાવાની હકીકત એવી છે કે, રાજકોટના રહીશ રસીકલાલ મણીલાલ ખરેડીયા (દરજી) એ સને ૧૯૬૪માં પોતાના નામ જોગના રજીસ્ટર દસ્તાવેજથી રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં. ૪૨૭ ના પ્લોટ નં.૧૮ની જમીન ક્ષેત્રફળ ચો.વાર ૬૫૯/૬ ખરીદ કરેલ અને ત્યારબાદ આ જમીનના માલીક રસીકલાલ મણીલાલ ખરેડીયા (દરજી) એ આ જમીનના પ્લોટ ફરતી પ્લીન્થ બાંધેલ.

ત્યારબાદ પ્લીન્થનું બાંધકામ તોડી અને ચંદુભાઇ ઉર્ફે અમરસંગ ભાયાભાઇ ચારણ દ્વારા આ જમીનના પ્લોટમાં ૩ ઝુંપડાઓ કરી અને ભેંસો બાંધેલ અને ઝુપડાઓમાં ચંદુભાઇએ રહેવાનું રાખેલ. આ બાબત આ જમીનના માલીકને જાણ થતાં જમીનના માલીક (વાદી) એ રસીકલાલ મણીલાલ ખરેડીયા દરજીએ આ ઝુપડા કરનાર ચંદુભાઇ ઉર્ફે અમરસંગ ભાયાભાઇ ચારણ (પ્રતિવાદી) ની સામે પોતાની જમીનના પ્લોટમાં આંટનું બાંધકામ તોડી અને ૩ ઝુંપડાઓ કરી અને ગેરકાયદેસર પેશ કદમી કરેેલ હોય આથી આ જમીનના પ્લોટના માલીકે આ પ્લોટનો ખાલી કબજો મેળવવા રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો કરેલો.

આ દાવામાં ઝુપડાઓ કરનાર દ્વારા એવો વાંધો લેવાયેલ કે, અમોને આ ખેતરના માલીક વાલજી સામજી ખોજાએ તેના ખેતરનું ધ્યાન રાખવા માટે અહીં ઝુપડાઓ કરી અને ઢોરાઓ બાંધવા અને રહેવાનું કીધેલુ છે. અને અમો આ પ્લોટમાં અમો ૩૦ વર્ષથી રહીએ છીએ અને ૩૦ વર્ષથી અમારો કબજો છે. આ દાવામાં પ્રતિવાદીએ તેના જવાબમાં વાંધામાં આ પ્લોટમાં રહેતા હોવાના આધારો, રેશન કાર્ડ, મતદારયાદી વિગેરે રજુ કરેલ.

આ દાવામાં વાદી રસીકલાલ મણીલાલ ખરેડીયા (દરજી) વતી રાજકોટના સીનીયર એડવોકેટ પ્રજાપતી વજુભાઇ ડી. થોરીયા રોકાયેલ હાતા. તેઓએ તેમની દલીલોમાં જણાવેલ કે '' વાલજી સામજી ખોજાએ, વાદીના નામના આ જમીનના પ્લોટનો દસ્તાવેજ જે તા. ૩/૭/૬૪ રોજ કરી આપેલ, અને આ જમીનના પ્લોટનો કબજો વાદીને સોંપી આપેલ છે. તમામ રેવન્યુ રેકર્ડઝ વાદીના નામનું છે. પ્રતિવાદીએ વાદી પાસેથી નાણાં પડાવવા માટે ઝુપડાઓ કરી અને પેશ કદમી કરેલ છે.

રાજકોટના સીનીયર એડવોકેટ પ્રજાપતિ વજુભાઇ ડી. થોરીયાની દલીલો સીવીલ કોર્ટે માન્ય રાખી અને વાદીનો દાવો મંજુર કરેલ છે.

આ દાવામાં સીવીલ જજશ્રી સુતરીયા મેડમ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ છે કે, હુકમની તા.૩/૮/૨૦૧૯ થી દિવસ ૩૦ માં જમીનના પ્લોટનો કબજો વાદીને સોંપી આપવોે

આ દાવામાં વાદી તરફે રાજકોટના સીનીયર એડવોકેટ પ્રજાપતિ વજુભાઇ ડી. થોરીયા રોકાયેલ હતા.

(4:09 pm IST)